કોરોનો ઈફેક્ટઃ ગુજરાત-ચીનના વેપારને પાંચ હજાર કરોડનું નુકસાન

January 31, 2020

અમદાવાદ: ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાઈરસની અસર ચીનમાં ભણતાં ગુજરાતના વિદ્યાર્થીઓ પર તો થઇ જ છે, પરંતુ હવે આ વાયરસ લાંબો ચાલશે તો ખાસ કરીને ગુજરાત અને ચીન વચ્ચેના વેપારીને પણ રૂ. પાંચથી છ હજાર કરોડનું નુકસાન થવાની ભીતિ વ્યકત થઇ રહી છે. ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં સી ફૂડ ચીનમાં નિકાશ થાય છે.

દર મહિને ૫૦૦ થી ૬૦૦ ક્ધટેનર ચાઈના મોકલવામાં આવે છે. જોકે છેલ્લા ૧૫ દિવસથી ચાઈનામાં વેકેશનના કારણે વેપાર બંધ હતો, પરંતુ અત્યારે કોરોના વાઈરસના કારણે ચાઈનાએ આયાત નિકાસ બંધ કરી છે . તો બીજી તરફ ચાઈના ન્યુયર પછીના ઓર્ડર હતા તે પણ રદ થયા છે. એટલે કે માર્કેટમાં માગ ઓછી અને ઉત્પાદન વધુ હોવાના કારણે બાકીના દેશોમાં પણ ભાવ નહીં મળવાની શકયતા પણ ઓછી છે, જેના કારણે કરોડો બે મહિનામાં ૫ થી ૬ હજાર કરોડનું નુકસાન થશે. ચીનમાંથી ભારત દેશમાં અને ગુજરાતમાં રો મટિરિયલ મોટો પ્રમાણમાં આયાત કરવામાં આવશે.