જ્ઞાનવાપી સર્વે મામલે કોર્ટનો આદેશ, બંને પક્ષોને આપવામાં આવે વીડિયો અને ફોટો

May 27, 2022

વારાણસી- જિલ્લા કોર્ટમાં શુક્રવારે આ મુદ્દે સુનાવણી થઇ કે શું સર્વેનો રિપોર્ટ અને વીડિયોગ્રાફીને સાર્વજનિક કરવામાં આવે. આ વિષય પર હિંદુ અને મુસ્લિમ પક્ષોનું સૂચન અલગ અલગ હતું. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કોર્ટને અનુરોધ કર્યો છે સર્વેક્ષણની તસવીરો અને વીડિયો સાર્વજનિક ન થવા દે. તો બીજી તરફ હિંદુ પક્ષે તેનો વિરોધ કર્યો. બંને પક્ષોને 30 મેન સર્વે અને વીડિયોગ્રાફીનો રિપોર્ટ સોંપવામાં આવશે.


સુનાવણી બાદ મુસ્લિમ પક્ષના વકીલ મેરાજુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે અમે અનુરોધ કર્યો છે કે આયોગનો રિપોર્ટ, તસવીરો અને વીડિયો ફક્ત સંબંધિત પક્ષો સાથે શેર કરવામાં અને રિપોર્ટને સાર્વજનિક ન કરવામાં આવે. 30ના રોજ સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે દાવો કરવામાં આવ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિર હોવાના ઘણા પુરાવા મળ્યા છે. તો બીજી તરફ વારાણસીમાં કોર્ટમાં હવે આગામી સુનાવણી 30 મેના રોજ થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદના મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન બંને મુસ્લિમ પક્ષે અરજી નકારી કાઢવાની માંગ કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે કેસ ચાલશે કે નહી તેના પર સુનાવણી થવાની છે. ગુરૂવારે સુનાવણીની અંદર 'પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ' પર પણ ચર્ચા થઇ. મુસ્લિમ પક્ષે આ દરમિયાન 1991 એક્ટનો હવાલો આપ્યો. 
બીજી તરફ મુસ્લિમ પક્ષે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે શિવલિંગનું અસ્તિત્વ કથિત છે, આ હજુ સુધી સાબિત થયું નથી.