રિયા અને શૌવિકના જામીન ફગાવતી કૉર્ટઃ હવે 6 ઑક્ટોબર સુધી જેલમાં જ રહેશે

September 22, 2020

મુંબઈઃ બોલીવુડ અભિનેતાર સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સ કેસમાં ફસાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીએ બૉમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને કૉર્ટે ફગાવી દીધી છે. બંનેએ 6 ઑક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે. રિયા અને શૌવિકે બૉમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ પહેલા 11 સપ્ટેમ્બરના મુંબઈની એક વિશેષ એનડીપીએસ કૉર્ટે રિયા, તેના ભાઈ શૌવિક અને 4 અન્ય લોકોની જામીન અરજી ફગાવી દીધી હતી. રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.
રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ માટે ડ્રગ્સ પ્રોક્યોર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પહેલા રિયા ડ્રગ્સ લેવાની વાતથી ઇનકાર કરી રહી હતી, પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની પૂછપરછમાં રિયાના ભાઈ શૌવિકે એ વાત કબૂલી કે રિયાની ગૌરવ સાથેની ચેટ સાચી છે અને તે ખુદ સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરતો હતો, જેના પૈસા તેની બહેન રિયા આપતી હતી. એનસીબી અત્યાર સુધી કેસમાં કુલ 18 લોકોની ધરપકડ કરી ચુકી છે અને હવે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત જેવી અભિનેત્રીઓના નામ સામે આવ્યા બાદ બોલીવુડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.