Breaking News :
દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ' ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

કેનેડા આવેલી ૧૪૩ ઈન્ટરનેશનલ ફલાઈટસમાં કોવિડ કોવિડ-૧૯નું સંવાહક બની

February 02, 2021

  • વિપક્ષના વિરોધને પગલે ફલાઈટ્સ પર હવે નિયંત્રણ મુકવાની ફરી પેરવી
  • વિદેશથી પરત ફરતા કેનેડાના નાગરિકો માટે ફરજિયાત હોટેલ કવોરન્ટાઈન અંગે વિચારણા

ઓન્ટેરિયો :છેલ્લા બે અઠવાડિયામાં કેનેડામાં આવેલી કુલ ૧૪૩ ઈન્ટરનેશનલ ફલાઈટસમાં કોવિડ-૧૯ના કેસો હોવાને પીએચએસીનું અનુમોદન મળ્યું હતું. કેનેડાના ડેપ્યુટી પ્રાઈમ મિનીસ્ટર ક્રિસ્ટીયા ફ્રીલેન્ડે કહ્યુંં હતું કે, સરકાર કેનેડા આવતી આંતરરાષ્ટ્રીય ફલાઈટસ પર નિયંત્રણ લાવવા માંગે છે. જેથી કોવિડ-૧૯ના વધતા જતાં કેસો અંગેનો વિપક્ષી નેતાઓના અવાજને મોટો થતો અટકાવી શકાયતેમણે કહ્યુંં હતું કે, વાઈરસના ફેલાવાને અટકાવવો જોઈએ, એમ હું માનું છું અને વિશ્વભરમાં કેસો વધી રહ્યા છે. પણ એટલું સાચું છે. જો સરહદો ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો સ્થિતિ હજુ વણસી શકે છે. એને વધુ સલામત બનાવવા જરૂરી પણ છે. તેમણે વાત મીડિયાના કાર્યક્રમમાં કહી હતી. તેમણે એમ પણ કહ્યુંં હતું કે, સરકાર દિશામાં તત્કાળ કોઈ અસરકારક પગલા લેવા અંગે વિચારે છે ટીપ્પણીઓ વિદેશી બાબતોના મંત્રી માર્ક ગ્રેનેઉના નિવેદન બાદ આવી હતી. જેમાં તેમણે ફેડરલ ઈમરજન્સીસ એકટમાં પ્રવાસ પર નિયંત્રણની વાતને નકારી નહીં શકાય એમ કહ્યુંં હતું.

વડાપ્રધાન જસ્ટીન ટ્્રુડોએ ગયા અઠવાડિયે એવા સંકેતો આપ્યા હતા કે, તેઓ વર્તમાન પ્રતિબંધોને વધુ કડક કરવા તૈયાર છેફ્રી લેન્ડે એમ પણ કહ્યુંં હતું કે, ફરજિયાત હોટેલ કવોરન્ટાઈનનો વિકલ્પ પણ વિચારણા હેઠળ છે. જેમાં લોકો બિનજરૂરી વિદેશ પ્રવાસ બાદ પાછા ફરી રહ્યા હોયહાલમાં ફેડરલ સરકારે દેશમાં પ્રવેશનારા પાંચ વર્ષ કે એથી વધુ વયના પ્રવાસીઓ વિમાનમાં બેસવાના ૭ર કલાક પહેલા કોવિડ -૧૯ નેગેટીવ ટેસ્ટ થયેલા હોવા જરૂરી ગણાવ્યા છેતેમણે પણ ફરજિયાત ૧૪ દિવસના કવોરન્ટાઈનનું પાલન કરવું પડશે. એમ ગયા મહિને સરકારે જાહેર કર્યું હતું.