ભારતીય IT કંપનીઓને ₹1,200 કરોડનો ફટકો: ક્રિસિલ

July 07, 2020

મુંબઈ:અમેરિકા દ્વારા એચ1-બી વિઝા સસ્પેન્ડ કરવામાં આવતાં ઘરઆંગણાની આઇટી કંપનીઓને લગભગ ₹1,200 કરોડનો ફટકો પડશે અને તેમની નફાકારકતા પર 0.25-0.30 ટકા જેવી સામાન્ય અસર થશે તેમ ઘરઆંગણાની એક રેટિંગ એજન્સીએ સોમવારે જણાવ્યું હતું. ભારતીય આઇટી કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ છે તેણે વિઝા ઇશ્યૂ કરવામાં કાપ મૂકવાની શરૂઆત કરી છે. પરંતુ પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન સ્થાનિક હાયરિંગમાં વધારો થયો છે. તે હવે આઇટી કંપનીઓ પરની અસરને મર્યાદિત કરવામાં મદદરૂપ થશે તેમ ક્રિસિલ રેટિંગે જણાવ્યું હતું.

અહીં નોંધવું જરૂરી છે કે અમેરિકાની બહાર કામ કરવા માટે ભારતીય ટેક પ્રોફેશનલ્સ દ્વારા વિઝાનો ઉપયોગ કરવામાં આવતો હતો તેને પાછલા મહિને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રમ્પ સરકાર અમેરિકામાં વધતી જતી બેરોજગારીને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરી રહી છે.