ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડ્યું, ટ્વિટર પર આપી જાણકારી

November 23, 2022

અમદાવાદ : પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવેથી માન્ચેસ્ટર યુનાઈટેડમાં જોવા નહિ મળે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પરસ્પર સમજૂતી સાથે ક્લબ છોડવાનું નક્કી કર્યું છે. માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબે મંગળવારે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. માન્ચેસ્ટર યુનાઈટેડે ટ્વિટર પર લખ્યું કે, “ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લબ સાથેના પરસ્પર કરારનો અંત કરી માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબને છોડી દીધું છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે બે વખતના યોગદાન બદલ ક્લબ તેમનો આભાર માને છે."

માન્ચેસ્ટર યુનાઈટેડમાં જ રોનાલ્ડોનો આ બીજો કાર્યકાળ હતો. પહેલા ઇટાલિયન ક્લબ જુવેન્ટસમાં જોવા મળતો રોનાલ્ડોએ  2021-22 સીઝનની શરૂઆતમાં માન્ચેસ્ટર યુનાઈટેડમાં આવ્યો હતો. રોનાલ્ડોએ જુવેન્ટસ સાથે ત્રણ વર્ષ વિતાવ્યા પછી ઓલ્ડ ટ્રેફોર્ડમાં પાછો ફર્યો હતો.