પાક. ક્રિકેટરનો કોહલી પર ખુલાસો, રાહુલ-રોહિત પર ગંભીર આરોપ

January 19, 2022

મ ઈન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ પણ છોડી દેશે, જેમાં તેનો રેકોર્ડ ઘણો સારો છે. વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના કારણને લઈને હવે ઘણી વાતો થવા લાગી છે.

વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ લાંબા સમય સુધી ચાલશે તેવી આશા હતી, પરંતુ કોહલીએ બધાને ચોંકાવી દીધા અને અચાનક એક મોટો નિર્ણય લીધો અને ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી દીધી. વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફે મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન રાશિદ લતીફે કેએલ રાહુલ અને રોહિત શર્મા પર કટાક્ષ કરતા કહ્યું કે જે રીતે બધાએ આ નિર્ણયને સ્વીકાર્યો છે તે જોઈને લાગે છે કે વિરાટ કોહલી ક્યારે સુકાની પદ છોડશે તેની રાહ જોઈ રહ્યા છે. BCCIએ હવે આગામી ટેસ્ટ કેપ્ટન પસંદ કરવા માટે સખત મહેનત કરવી પડશે. રાશિદ લતીફે કહ્યું કે રોહિત શર્મા એટલો અનફિટ છે કે તેને ટેસ્ટ કેપ્ટન બનાવી શકાય નહીં, જ્યારે કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરવા માટે ફિટ નથી.

રાશિદ લતીફે તેની યુટ્યુબ ચેનલ Caught Behind પર કહ્યું, ‘કોહલી ગ્લોબલ સ્ટાર છે, હવે તમે કોને કેપ્ટન બનાવશો? રોહિત ફિટ નથી, ઈજાને કારણે તે સમગ્ર દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો, જે દર્શાવે છે કે તે કેટલો અયોગ્ય છે. રાહુલ કેપ્ટનશિપ માટે લાયક નથી અને હું આ ખેલાડીઓને સમજી શકતો નથી.

રાશિદ લતીફે કહ્યું, ‘મેં બધાની પ્રતિક્રિયા જોઈ છે, રાહુલ, રોહિત બધાએ તેને સ્વીકાર્યું. જો તમે તેમને આટલા સારા માનો છો તો તમે તેમનું રાજીનામું કેવી રીતે સ્વીકાર્યું. એવું લાગે છે કે તે માત્ર એ જ રાહ જોઈ રહ્યો હતો કે વિરાટ ક્યારે કેપ્ટન્સી છોડશે.