પાક NSAનો મોટો દાવો ભારત સાથે યોજાઇ સીક્રેટ બેઠક, જાણો ડોભાલની મુલાકાતને લઇને શું કહ્યુ?

July 25, 2021

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુએદ યુસુફે દાવો કર્યો છે કે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સાથે અનેક ગુપ્ત બેઠક કરી હતી. તેઓએ એમ પણ કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં હજી આશા રાખી શકાય તેવુ છે. જો કે ભારત અનુકૂળ વાતાવરણ બનાવવા માટે તૈયાર હોય તો જ આ શક્ય બનશે. પાકિસ્તાની NSA દાવો કર્યો હતો કે આ ગુપ્ત બેઠકો દ્વારા જ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો અમલ કરવામાં આવ્યો હતો.

જો કે બેઠકો ક્યાં યોજાઇ હતી તેને લઇને NSA ચુપ
એ મીડિયા રીપોર્ટ અનુસાર પાકિસ્તાની NSA કહ્યું કે જ્યારે ફેબ્રુઆરીમાં 2003 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયુ હતુ . ત્યારબાદથી બંને દેશોના સંબંધો સુધરશે એ વાતને લઇને આશા સેવાઇ રહી છે. યુસુફે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્તચર બેઠકો 2003 યુદ્ધવિરામ ફેબ્રુઆરીમાં ફરીથી લાગુ કરવાને લઇને થઇ હતી. આ મુલાકાતમાં તેમણે કહ્યું નહીં કે આ બેઠકો દુબઇમાં થઈ છે કે બીજે ક્યાંય?