વડોદરામાં મંગળબજાર સહિતની ભીડભાડવાળી બજારો અને મોલ સજ્જડ બંધ
November 29, 2020

વડોદરા : વડોદરા શહેરમાં સંક્રમણ વધતા અમદાવાદ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મંગળબજાર, ન્યાય મંદિર, મુનશીનો ખાંચો અને ઘડિયાળી પોળ સહિતના ભીડભાડવાળા બજારો અને મોલ 3 દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. જેને પગલે આજે તમામ બજારો બંધ રહ્યા હતા. આ ઉપરાંત હાથીખાના, કડક બજાર, ગોરવા શાક માર્કેટ અને ખંડેરાવ માર્કેટ ફુલ બજાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા છે. કોવિડ19ના નિયમોનું ઉલ્લંઘન કરતા મોલ સામે આજે બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત છે. પાલિકાના અધિકારીઓએ પોલીસની હાજરીમાં આજે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીસ મોલ અને નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ડી-માર્ટને સીલ કર્યું હતું. આ મોલ ત્રણ દિવસ માટે સીલ કરાયા છે.
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, ફતેગંજ ખાતે આવેલો સેવન સીસ મોલ ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવ્યો છે. આજે સતત બીજા દિવસે મોલ અને દુકાનોને સીલ મારવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
વડોદરા મહાનરપાલિકાના અધિકારી વસંત જાદવે જણાવ્યું હતું કે, પાણીગેટ વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકાની ટીમે પહોંચીને શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું હતું. પાલિકા દ્વારા નોટિસ ફટકારીને ત્રણ દિવસ માટે માર્કટેને સીલ કરવામાં આવ્યું છે. પોલીસને સાથે રાખી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી. માસ્ક વગર ફરતા બેજવાબદાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
Related Articles
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે AC...
Jan 20, 2021
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર પતિનો ભાંડો ફૂટ્યો, મિત્ર સાથે મળીને ગળુ દબાવી હત્યા કર્યા બાદ ટ્રકનું ટાયર ફેરવી દીધેલું
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર...
Jan 20, 2021
‘વેક્સિન અમે પહેલા લીધી હોત તોય વિરોધ કરત, ન લીધી તોય કોંગ્રેસના પંચાતિયા કહે છે કે તમે પહેલા લો’
‘વેક્સિન અમે પહેલા લીધી હોત તોય વિરોધ કર...
Jan 20, 2021
રાજ્યની શાળાઓમાં બિન શૈક્ષણિક મહેકમ મુદ્દે પરિપત્ર જાહેર કરાયો
રાજ્યની શાળાઓમાં બિન શૈક્ષણિક મહેકમ મુદ્...
Jan 20, 2021
સુરતમાં કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા, કોરોનાના નિયમોને નેવે મૂકી ભોજન સમારંભ યોજ્યો
સુરતમાં કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા, કોરોન...
Jan 20, 2021
સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, સવારે-સાંજે આ સમયમાં મોટા વાહનો પર પ્રતિબંધ
સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા મહત્વપૂર્...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021