ઉત્તરપ્રદેશમાં સૂર્યને અર્ધ્ય આપવા માટે ઘાટ પર ભીડ ઉમટી, શ્રદ્ધાળુઓએ મહામારી ઝડપથી ખતમ થાય તેવી પ્રાર્થના કરી

November 21, 2020

ગોરખપુર  : છઠ મહાપર્વ શનિવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે પુરો થઈ ગયો છે. છઠ પૂજાના બીજા દિવસે સૂરજને અર્ધ્ય આપવા માટે ઘાટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ભેગી થઈ હતી.જ્યાં વારાણસી અને ગોરખપુરના ઘાટ પર શ્રદ્ધાળુઓએ સૂર્યને અર્ધ્ય આપ્યું. શ્રદ્ધાળુઓએ વાતચીતમાં કહ્યું કે, તેમને વિશ્વાસ છએ કે સૂર્ય તેના તેજથી કોરોના મહામારીને ખતમ કરી દશે.સવારે 6.39 વાગ્યે સૂર્યનો ઉદય થતાની સાથે જ ઘાટ પર જયઘોષ થવા લાગ્યો હતો.

ગોરખપુર જિલ્લામાં છઠના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છઠ પર્વ પર એકઠી થયેલી ભીડ કોરોના પર્વ પર ભારે પડી છે.શાસનની તૈયારી પોલીસસ્ટેશન અધ્યક્ષ ચૌરી ચૌરા પ્રમોદ ત્રિપાઠીના નેતૃત્વમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી હતી પણ એટલી હદે ભેગી થયેલી ભીડના કારણે બધા પર પાણી ફેરવાઈ ગયું હાલ પણ આ જ સ્થિતિ છે.

શીતલા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડને જોતા માર્ગને થોડીક વાર માટે બંધ કરવો પડ્યો. લોક આસ્થાના મહાપર્વ પર લોકોમાં એક કામના એ હતી કે સુખ સમુદ્ધિ સાથે વિશ્વમાંથી મહામારી ખતમ થાય. નાના નાન કુંડ, તળાવમાં પણ મહિલાઓએ પૂજન કર્યું. ઘણા સ્થળો પર લોકો ઢોલ નગાડા સાથે ઘાટ પર પહોંચ્યા. તો આ તરફ ગંગા ઘાટ પર સુરક્ષઆ માટે પોલીસ ગંગા બોટથી નજર રાખી રહી હતી. સાથે જ ડ્રોનથી પણ ભારે ભીડ પર નજર રાખવામાં આવી રહી હતી.