ઓપેકે ઉત્પાદનમાં ઘટાડો કરતા ક્રૂડના ભાવ વધ્યા

February 13, 2020

નવી દિલ્હી :  છેલ્લા કેટલાક દિવસોાૃથી ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપને કારણે ઓઇલના ભાવમાં ઘટાડો ાૃથયો હતો. જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેલ ઉત્પાદક દેશોના જૂાૃથ ઓપેક અને તેના સહયોગી રશિયા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવા જઇ રહ્યાં છે. આ જ કારણે છેલ્લા ત્રણ દિવસાૃથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સતત વાૃધી રહ્યાં છે.

છેલ્લા ત્રણ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ ત્રણ ડોલરનો વાૃધારો જોવા મળ્યો છે. ચીનમાં કોરોના વાઇરસનો પ્રકોપ વાૃધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૦ જાન્યુઆરી પછી ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ ૧૦ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.

દેશની રાજાૃધાની દિલ્હીમાં ૩૧ જાન્યુઆરી પછી પેટ્રોલના ભાવમાં ૧.૩૩ રૃપિયાનો ઘટાડો ાૃથયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં ૧.૪૬ રૃપિયાનો ઘટાડો ાૃથયો હતો.

ડીઝલના ભાવમાં એક દિવસની સિૃથરતા પછી ગુરૃવારે ગ્રાહકોને ફરી પાંચ પૈસા પ્રતિ લિટરની રાહત મળી છે પરંતુ પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે કોઇ ફેરફાર ાૃથયો નાૃથી. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ગુરૃવારે ડીઝલના ભાવ ઘટીને અનુક્રમે ૬૪.૮૨, ૬૭.૧૪, ૬૭.૯૩ અને ૬૮.૪૫ રૃપિયા રહ્યો હતો. જ્યારે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ગુરૃવારે પેટ્રોલના ભાવ કોઇ પણ ફેરફાર વગર અનુક્રમે ૭૧.૯૪, ૭૪.૫૮, ૭૭.૬૦ અને ૭૪.૭૩ રૃપિયા પ્રતિ લીટર રહ્યો હતો.