સીટી ટોરોન્ટો નવી લાઈન માટે ડ્રાઈવર લાઇસન્સ નહિ આપશે

November 15, 2021

  • કાઉન્સિલની મેનેજમેન્ટની બેઠકમાં આ બાબતનો ઠરાવ 20 વિરુદ્ધ 3 મતે પસાર કરાયો
ઓન્ટેરિયો : ટોરોન્ટો સીટી કાઉન્સિલ તેના કર્મચારીઓને નવા રાઈડ હેલિન્ગ ડ્રાઈવરને લાઇસન્સ આપવા બંધ કરવાનું જણાવશે. જ્યાં સુધી ડ્રાઈવર માટેનો તાલીમ કાર્યક્રમ અમલમાં ના આવે અને સલામત સેવાનો બંદોબસ્ત ના કરવામાં આવે ત્યાં સુધી નવા લાઇસન્સ આપવામાં નહિ આવે. બુધવારે કાઉન્સિલની મેનેજમેન્ટની બેઠકમાં આ બાબતનો ઠરાવ 20 વિરુદ્ધ 3 મતે પસાર કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ લાઇસન્સિંગ એન્ડ સ્ટાન્ડર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર કાર્લ્ટન ગ્રાન્ટે કહ્યું હતું કે, પરિવહન કંપનીઓના ડ્રાઈવરોને કામચલાઉ રીતે લાઇસન્સ આપવાનું બંધ કરવું જોઈએ. લાઇસન્સ આપવાની શરૂઆત ડ્રાઈવરોને માન્યતા આપતા કાર્યક્રમમાં ડ્રાઈવરો ઉતીર્ણ થાય ત્યારબાદ આપવામાં આવશે. 
અરજદાર ડ્રાઈવરોએ આ ટ્રેનિંગ કોર્સ પૂરો કર્યો છે તેવું પ્રમાણપત્ર પણ રજુ કરવું પડશે. આ ઠરાવને ટેકો આપનાર મેયર જ્હોન ટેરી અને કાઉન્સેલર ક્રિસ્ટિન વોન્ગ ટેમે કહ્યું હતું કે, આ મુદ્દો લોકોની સલામતીનો છે. તેથી તેને વધુ મહત્વ આપવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવા જ એક કાર્યક્રમનો વિચાર બે વર્ષ પહેલા કાઉન્સિલના તરફથી રજુ કરવામાં આવ્યો હતો.  આ ઠરાવ રજુ કરવાનું કારણ વર્ષ 2018માં ઉબેર કંપનીના ડ્રાઈવરે સર્જેલો એક ઘાતક અકસ્માત છે. મહા-રોગચાળાને કારણે આ કાર્યક્રમનો અમલ વિલંબમાં પડ્યો હતો. ટોરીએ જણાવ્યું હતું કે, અમારા અધિકારીઓ સહિત કોઈ પણ આ ઠરાવને વિલંબમાં મુકવાનો પ્રયત્ન કરી શકશે નહિ. ગઈ કાલે જ મેં કહ્યું હતું કે, કર્મચારીઓએ રોગચાળા દરમિયાન નોંધપાત્ર ફરજો નિભાવી છે. પરંતુ છેલ્લા અઢી વર્ષ સુધી તાલીમના કાર્યક્રમનો અમલ થઇ શક્યો નહોતો અને આજે પણ તેમાં વિલંબ થઇ રહ્યો છે, તે સ્વીકારી શકાય તેમ નથી. 
હું માનું છે કે, આ ઠરાવ ડ્રાઇવરોને સ્પષ્ટ સંદેશ આપે છે કે તેમને આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવો અનિવાર્ય છે. વોન્ગ ટેમેં જણાવ્યું હતું કે, ટોરોન્ટો નિવાસીઓ જયારે ઉબેર કે અન્ય કોઈ વાહન ભાડે કરે, ત્યારે સાવધાની રાખવી જોઈએ. ટોરોન્ટોની શેરીઓમાં હજારો ડ્રાઈવરો કામ કરી રહ્યા છે. પણ તેમાંથી કોઈએ તાલીમ લીધી નથી. આ રીતે જાહેર જનતાનું રક્ષણ કઈ રીતે થઇ શકે તે હેતુથી અમે લાઇસન્સિંગ અને સ્ટડર્ડ નક્કી કરતો ઠરાવ રજુ કર્યો છે. 
જે ડ્રાઈવરો આ કામ ચાલુ રાખવા ઇચ્છતા હોય તેમને આ તાલીમ કાર્યક્રમ પૂરો કરવો જરૂરી છે કે જેથી ટોરોન્ટોના રહેવાસીઓને સલામતી અને સારી સેવા પુરી પડી શકાય. કાઉન્સિલને આ માટે જવાબદારી સોંપવી જોઈએ. કાઉન્સિલર માઈકલ ફોર્ડે કહ્યું હતું કે, હું આ ઠરાવને ટેકો આપું છું. કારણ કે, આ જરૂરી અને યોગ્ય છે. આ ઠરાવને કારણે એક નીતિ ઘડી શકાઈ છે. મને લાગે છે કે, આ ઠરાવથી દરેકને એવો સંદેશ પહોંચવો જોઈએ કે, અમે જાહેર જનતાના હિતો સાથે ચેડાં થાય તે સહન કરી શકશુ નહિ.