CWG 2022: પીવી સિંધુની ગોલ્ડ માટે શાનદાર શરૂઆત, પહેલી ગેમમાં મિશેલ લી ને હરાવ્યા

August 08, 2022

નવી દિલ્હી: ભારતની ટેનિસ સ્ટાર પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022ના સિંગલ્સ ફાઈનલમાં મેદાનમાં ઉતર્યા છે. તેમની મેચ કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી સાથે ચાલુ છે. પીવી સિંધુએ મેચની પહેલી ગેમમાં કેનેડિયનની વર્લ્ડ નંબર -13 મિશેલ લી ને 21-15 થી હરાવ્યા. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુ જો આજે પોતાની મેચ જીતી જાય છે તો આ તેમનો કોમનવેલ્થના સિંગલ્સમાં પહેલો ગોલ્ડ હશે.  બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.