CWG 2022: ભારતીય સાઈકલિસ્ટ મીનાક્ષી બની અકસ્માતનો ભોગ

August 02, 2022

બર્મિંગહામ : બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક ભારતીય ખેલાડી ઘાયલ થઈ છે. ભારતની સાઈકલ સવાર મીનાક્ષી રેસ દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. તે 10 કિમીની સ્ક્રેચ રનમાં ભાગ લઈ રહી હતી પરંતુ આ દરમિયાન તેનો અકસ્માત થયો હતો. એક હરિફની સાઈકલ તેના પરથી ચાલીને નીકળી ગઈ હતી. આ પહેલા રવિવારે પણ સાઈકલ રેસમાં અકસ્માત થયો હતો અને દર્શક પણ ઘાયલ થયા હતા.