ડેલ્ટા વેરીયન્ટને અટકાવવા વેકસીન ભારે અસરકારક, હોસ્પિટલાઈઝેશનમાં ઘટાડો: અભ્યાસ

June 19, 2021

  • અન્ય વાઈરસની સરખામણીમાં ડેલ્ટા વેરીયન્ટની સંક્રમકતા  ૬૦ ટકા વધુ હોવાનો દાવો

ટોરોન્ટો : નોવેલ કોરોના વાઈરસના ડેલ્ટા વેરીયન્ટ જે વિશ્વના ૭૪ દેશોમાં જોવા મળ્યો છે એના સંક્રમણના વધવાનો ખતરો તોળાઈ રહયો છે. ત્યારે એક અભ્યાસનું તારણ જાહેર થયું છે એ મુજબ સંક્રમણ અન્ય વાઈરસની સરખામણીમાં ૬૦ ટકા વધી શકે છે. આ કારણે જ યુકેએ અનલોક કરવાની તારીખ હવે ૧૯મી જુલાઈ સુધી લંબાવી છે. આ તારણ સ્કોટલેન્ડના અભ્યાસનું છે. યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે, અમે આ વેરીયન્ટના કેસોમાં દર અઠવાડિયે ૬ર ટકાનો વધારો જોઈ રહ્યા છીએ. આવો જ વધારો ભારતમાં મે માસમાં જોવા મળ્યો હતો. જે ડેલ્ટા વેરીય્ન્ટને કારણે જ થયો હતો. કેનેડામાં આ વેરીયન્ટનું કલસ્ટર એલ્બર્ટામાં છે. જયાં વેકસીન બમણી ઝડપે અપાઈ હોવા છતાં ૧૦ જણાને ચેપ લાગ્યો છે. એલ્બર્ટાના યુનાઈટેડ નર્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ડો. બાર્બરા યાફેએ કહ્યું હતું કે, વધતા સંક્રમણથી સ્ટાફ ચિંતામાં છે. ૧૬મી મેથી ર૩મી જુન દરમિયાન ડેલ્ટા વેરીયન્ટના સંક્રમણનો દર ૧૪ ટકા જ જોવા મળ્યો હતો. જે આલ્ફા વેરીયન્ટના સંક્રમણ કરતા દોઢ ગણો છે. તેમણે કહ્યું હતું કે એક અભ્યાસ મુજબ ડેલ્ટા વેરીયન્ટ સામે પહેલા ડોઝમાં એસ્ટ્રા ઝેન્કા વેકસીનની અસરકારકતા ૭૧ ટકા જોવા મળી હતી. જયારે ફાઈઝરની અસરકારતા ૯૧ ટકા છે. એ રીતે જ બીજા ડોઝ બાદ એસ્ટ્રાઝેન્કાની અસરકારકતા ૯ર ટકા અને ફાઈઝરની અસરકારકતા ૯૬ ટકા જોવા મળી હતી. હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી મેટ હેનકોકે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, વેકસીનના બંને ડોઝની અસરકારતાને કારણે ડેલ્ટા વેરીયન્ટને કારણે થનારા હોસ્પિટલાઈઝેશનમાં ઘટાડો જોવા મળ્યો છે.  સોમવારે સ્કોટલેન્ડમાં પ્રકાશિત થયેલા એક અન્ય અભ્યાસના તારણમાં પીસીઆર ટેસ્ટ અને કોવિડ -૧૯ કેસો જે પહેલી એપ્રિલથી ૬ઠ્ઠી જુન, ર૦ર૧ દરમિયાન નોંધાયા હતા. એ ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, વેકસીનના બંને ડોઝની અસરકારકતા ડેલ્ટા અને આલ્ફા વેરીયન્ટના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થઈ હતી. તેમ છતાં કેનેડામાં આ નવા વેરીયન્ટનો ખતરો ઓછો નથી. એટલે જ ત્યાં અનલોકમાં વિલંબ થઈ રહ્યો છે.