હરિયાણામાં BJPની સરકાર પડી ભાંગવાનો ખતરો, CM ખટ્ટર શાહને મળવા દોડી ગયા!

January 12, 2021

નવીદિલ્હીઃ દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાની વિરૂદ્ધ બેઠેલા ખેડૂતોએ હરિયાણા (Haryana)ના રાજકારણમાં હલચલ પેદા કરી દીધી છે. ખેડૂત આંદોલનના લીધે રાજ્યની મનોહર લાલ ખટ્ટર સરકારને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી ખટ્ટર અને તેમના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા  પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહિત આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે. એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્ય દબાણમાં છે? દુષ્યંત ચૌટાલા અમિત શાહને મળતા પહેલા દિલ્હીમાં પોતાના ફાર્મ હાઉસમાં પોતાની પાર્ટીના જેજેપીના ધારાસભ્યો સાથે મુલાકાત કરવાના છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના ધારાસભ્યોને વિશ્વાસમાં રાખવા માટે આ બેઠક કરી રહ્યા છે. હકીકતમાં સોમવારના ઇનેલોના પ્રમુખ અભય ચૌટાલાએ એક ચિઠ્ઠી લખીને ખટ્ટરનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જો 26 જાન્યુઆરી સુધીમાં ખેડૂતોની વાત માનવામાં આવશે નહીં તો તેમની આ ચિઠ્ઠીને જ રાજીનામું માની લેજો. તેમણે કહ્યું હતું કે તેઓ આવી સંવેદનહીન વિધાનસભામાં રહેવા માંગતા નથી. હવે આ ધમકીથી ધારાસભ્યોમાં દબાણ ઉભું થયું છે. ગઠબંધનની સાથે પહેલાં જ લોકો હાજર છે, તેઓ ખેડૂતોનો વિરોધ ઝીલી રહ્યા છે. આપને જણાવી દઇએ કે હરિયાણાની સત્તામાં ભાજપની પાસે 40 સીટો, જેજેપીની પાસે 10 અને પાંચ સ્વતંત્ર ધારાસભ્ય છે.
મુસીબત એટલા માટે પણ છે કારણ કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ સોમવારના રોજ કહ્યું કે કોંગ્રેસ ખટ્ટર સરકારના વિરૂદ્ધ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. તેમણે અભય ચૌટાલાનું સમર્થન પણ કર્યું હતું.
આપને જણાવી દઇએ કે ભાજપ-જેજેપીના ધારાસભ્ય કેટલાંય ગામમાં વિરોધ ઝીલી રહ્યા છે. તો આ રવિવારના રોજ આંદોલનકારી ખેડૂતોએ કરનાલના કેમલા ગામમાં ‘કિસાન મહાપંચાયત’ના સ્થળ પર તોડફોડ કરી હતી જ્યાં ખટ્ટર ત્રણેય વિવાદાસ્પદ કેન્દ્રીય કૃષિ કાયદાનો ‘ફાયદો’ બતાવાના હતા.