આર્થિક બેહાલ પાકિસ્તાનના શહેરોમાં 12-12 કલાક સુધી અંધારપટ
June 15, 2022

નવી દિલ્હી : રશિયા અને યુક્રેનના યુધ્ધની આકરી અસર પાડોશી દેશ પાકિસ્તાન પર પડી રહી છે.
ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના ઘણા શહેરોમાં 12-12 કલાક વીજળી પૂરવઠો ખોરવાઈ રહ્યો છે.
પાકિસ્તાને એક દાયકા પહેલા નવી એનર્જી પોલીસિના ભાગરુપે ઈટાલી અને કતારની કંપનીઓને એલએનજી સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે ગ્લોબલ સ્તરે એલએનજીના ભાવ વધી ગયા હોવાથી ઉપરોક્ત કંપનીઓ પાકિસ્તાનને સપ્લાય કરવાની જગ્યાએ બીજી જગ્યાએ ઉંચા ભાવે એલએનજી વેચીને પ્રોફિટ કમાઈ રહી છે.
બીજી તરફ પાકિસ્તાનના પાવલ પ્લાન્ટ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટ એલએનજીની શોર્ટેજનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનની સરકાર ધમપછાડા કરી રહી છે પણ એલએનજીનો પૂરતો સપ્લાય મળી રહ્યો નથી. જેના પગલે પાવર પ્લાન્ટ ઠપ થઈ રહ્યા છે અને પાકિસ્તાનને 12 કલાકનો વીજળી કાપ મુકવો પડી રહ્યો છે તે પણ એવા સંજોગોમાં જ્યારે પાકિસ્તાનના ઘણા હિસ્સામાં હીટ વેવ ચાલી રહ્યો છે.
વીજળી બચાવવા માટે સરકારી કર્મચારીઓને શનિવારે રજા આપી દેવાય છે. સુરક્ષા કર્મીઓનુ બજેટ 50 ટકા ઓછી કરી દેવાયુ છે અને લગ્ન સમારોહ પર રોક લગાવી દેવાઈ છે. ફર્ટિલાઈઝર પ્લાન્ટનો ગેસ સપ્લાય હાલમાં પાવર પ્લાન્ટને આપવામાં આવી રહ્યો છે.
વીજળીના અભાવે પાકિસ્તાનના ઘણા વિસ્તારમાં મોબાઈલ સર્વિસ પણ ગાયબ થઈ ગઈ છે.
Related Articles
UAE ના ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે આવ્યું કોસ્ટગાર્ડ, 20 ભારતીયોને બચાવી લેવાયા
UAE ના ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે આ...
Jul 06, 2022
સઉદી અરબમાં મહિલાઓને મંત્રીમંડળમાં જવાબદારી
સઉદી અરબમાં મહિલાઓને મંત્રીમંડળમાં જવાબદ...
Jul 06, 2022
બ્રિટનમાં સરકાર પર કાળા વાદળો - વધુ બે મંત્રીઓના રાજીનામા
બ્રિટનમાં સરકાર પર કાળા વાદળો - વધુ બે મ...
Jul 06, 2022
શ્રીલંકા : મોંઘવારી 60%ને પાર, સરકાર નોટ છાપવાનું બંધ કરશે
શ્રીલંકા : મોંઘવારી 60%ને પાર, સરકાર નોટ...
Jul 05, 2022
આફ્રીકા મહાદ્વીપના એક દેશમાં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત
આફ્રીકા મહાદ્વીપના એક દેશમાં પુરુષો માટે...
Jul 05, 2022
સ્વિટ્ઝર્લેન્ડમાં ફૂગાવો જૂનમાં ૧૯૯૩ બાદની ટોચ પર પહોંચ્યો
સ્વિટ્ઝર્લેન્ડમાં ફૂગાવો જૂનમાં ૧૯૯૩ બાદ...
Jul 05, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022