DCએ KKRને 7 વિકેટથી હરાવ્યું

April 30, 2021

અમદાવાદ : IPL 2021ની 25મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં દિલ્હીએ કોલકાતાને 7 વિકેટથી હરાવ્યું છે. આ સાથે સીઝનની 7 મેચમાંથી 5માં જીત પ્રાપ્ત કરીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગયું છે. કોલકાતાની આ સીઝનમાં 5મી હાર છે. મેચમાં પૃથ્વી શૉએ 18 બોલમાં સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારી હતી. શિખર ધવને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 5508 રન બનાવીને વિરાટ કોહલી પછી બીજા ક્રમાંક પર પહોંચી ગયો છે

કોલકાતાએ 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. દિલ્હીને મેત જીતવા માટે 155 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો હતો. જેના જવાબમાં દિલ્હીએ 3 વિકેટના નુકસાન પર 156 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી.
પૃથ્વી શૉએ દિલ્હી ટીમની ઈનિંગની પ્રથમ ઓવરમાં 6 ચોક્કા માર્યા હતા. જેમાં શિવમ માવી બોલિંગ કરી રહ્યો હતો. એણે પ્રથમ ઓવરમાં 1 વાઈડ બોલ અને 6 ચોક્કાને પરિણામે 25 રન આપ્યા હતા.
પ્રથમ પાવર પ્લેમાં દિલ્હી કેપિટલ્સે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવ્યા હતા.

132 રન પર પેટ કમિન્સે શિખર ધવનને આઉટ કર્યો હતો. ધવને 47 બોલમાં 46 રન બનાવ્યા હતા.

પેટ કમિન્સે 16મી ઓવરમાં પૃથ્વી શૉ અને રિષભ પંતની પણ વિકેટ ઝડપી હતી. પૃથ્વી શૉ 82 રન અને રિષભ પંત 16 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.