દક્ષિણ ભારતમાં બ્રહ્મોસથી સજ્જ ઘાતક સુખોઈ-30 વિમાનો તૈનાત કરાયા

January 20, 2020

ચેન્નઇ, : દક્ષિણ ભારતના તટીય વિસ્તારોના સંરક્ષણને મજબૂત બનાવવા માટે વાયુસેનાએ પોતાના સૌથી ઘાતક સુખોઈ-30 વિમાનોને તૈનાત કરી દીધા છે.

તામિલનાડુના તંજાવુર એરબેઝ પર સોમવારે સુખોઈ-30 વિમાનોની 222મી ટાઈગર શાર્ક તરીકે ઓળખાતી સ્કવોર્ડ્રનની તૈનાતી કરી દેવામાં આવી છે.

આ સમારોહમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને એરફોર્સ ચીફ આરકેએસ ભદોરિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.સૌથી મહત્વની વાત એ છે કે, સુખોઈ વિમાનોને ભારે મારકણા બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ કરાયા છે.

જ્યાં સુખોઈની સ્કવોડ્રન તૈનાત કરાઈ છે તે તંજાવુર એરબેઝની સ્થાપના 2013માં થઈ હતી.ભારતીય વાયુસેનાનો સુખોઈ વિમાનોને અહીંયા મોકલવા પાછળનો હેતુ દક્ષિણ વિસ્તારના સમુદ્રી કિનારાઓની સુરક્ષાને વધારે મજબૂત બનાવવાનો છે.તામિલનાડુના કોઈમ્બતુર એરબેઝ પર તેજસ વિમાનોની એક ટુકડી પણ તૈનાત છે.