અમેરિકામાં મૃત્યુંઆંક 5 લાખની નજીક, ન્યુઝીલેન્ડમાં લોકડાઉનમાં રાહત, બ્રિટનમાં અનલોકનની તૈયારી

February 22, 2021

દિલ્હી- કોરોનાનાં કેસમાં ઘટાડો થયા બાદ પણ અમેરિકામાં મૃત્યુંઆક 5 લાખ નજીક પહોંચી ગયો છે, જ્યારે બ્રિટન કોરોના રોગચાળાની ત્રીજી લહેર બાદ લાંબા સમયથી ચાલી રહેલા પ્રતિબંધો અને લોકડાઉન ઉઠાવી લેવાની તૈયારી કરી રહ્યું છે, રાહતનાં રોડમેપની ઘોષણા બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોનસન દેશની પાર્લામેન્ટમાં કરશે, બ્રિટનમાં અત્યાર સુધીમાં 1 લાખ 20 હજાર લોકો કોરોનાનો શિકાર બન્યા છે, ઓસ્ટ્રેલિયાએ પણ રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.


બ્રિટનમાં લેટેસ્ટ આંકડા જોયા બાદ પહેલી પ્રાથમિક્તા વિદ્યાર્થીઓને સ્કુલોમાં મોકલવાની છે, દેશની આર્થિક સ્થિતી કથળી છે, અને વેક્સિન લગાવવાનું કામ યુધ્ધનાં ધોરણે ચાલી રહ્યું છે. બ્રિટનમાં હાલ દરરોજ 11 હજારથી પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે, જો કે સરકાર પર આર્થિક પ્રવૃતિઓ ફરીથી શરૂ કરવાનું દબાણ વધી રહ્યું છે.


ન્યુઝીલેન્ડમાં લાંબા સમયથી અમલી લોકડાઉનને સમાપ્ત કરવામાં આવી રહ્યું છે, ઓકલેન્ડમાં કોરોના સંક્રમણનાં નવા કેસ આવ્યા બાદ અહીં ત્રણ દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું, ન્યુઝીલેન્ડમાં વેક્સિન લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે.