ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિતીની વિચારણા
May 21, 2022

મુંબઇ : દીપિકા પદુકોણ હાલ કાન્સ ફેસ્ટિવલનો હિસ્સો બની છે. પરંતુ દીપિકાના પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે કે, તે હવે ધ ઇન્ટર્નનો હિસ્સો રહી નથી. તેના સ્થાને અન્ય હિરોઈનની વિચારણા થઈ રહી છે અને તેમાં પરિણીતી ચોપરાનું નામ સૌથી મોખરે છે. ધ ઇંન્ટર્નની રીમેક લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને સ્વ. રિશી કપૂરના મુખ્ય રોલની ઘોષણા કરવામાં આવી હતી. રિશીના નિધન પછી આ ફિલ્મ હોલ્ડ પર હતી. આ પછી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઇ હતી. ફિલ્મ પીકુ પછી દર્શકોને દીપિકાઅને અમિતાભને રૂપેરી પડદે ફરી સાથે જોવાનો મોકો મળવાનો હતો. પરંતુ હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, ફિલ્મસર્જક દીપિકાના સ્થાને અન્ય અભિનેત્રીની શોધ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકાની જગ્યાએ કોણ આવે છે તે તો સમય જ કહેશે. જોકે, અત્યારે આ હોડમાં પરિણિતી મોખરે હોવાનું કહેવાય છે. દીપિકા આ રીમેકની કો પ્રોડયૂસર પણ છે. જોકે, હવે તે પ્રોડયૂસર તરીકે પણ રહેશે કે નીકળી જશે તે અંગે જાહેરાતની રાહ જોવાય છે. ધ ઇન્ટર્ન ફિલ્મ ઇન્ટિમેટ અને રિલેશનશિપ પર આધારિત ફિલ્મ છે. જે વર્કપ્લેસની આસપાસ ફરતી જોવા મળે છે. ફિલ્મમાં ઓફિસનો માહોલ દર્શાવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્મા કરવાનો છે.
Related Articles
લંડનમાં અક્ષય કુમારે "હિંદુજાઝ એન્ડ બોલીવૂડ" પુસ્તકનું લોકાર્પણ કર્યું
લંડનમાં અક્ષય કુમારે "હિંદુજાઝ એન્ડ બોલી...
Jul 05, 2022
મુંબઈના વરસાદમાં નોરાની સાડી બની આફત, સિક્યોરિટી સ્ટાફે કરી મદદ પણ ન કીધું થેન્કસ
મુંબઈના વરસાદમાં નોરાની સાડી બની આફત, સિ...
Jul 05, 2022
ભૂલ ભુલૈયા ૨ની સક્સેસ પછી બદલાઈ ગયા કાર્તિકના તેવર?
ભૂલ ભુલૈયા ૨ની સક્સેસ પછી બદલાઈ ગયા કાર્...
Jul 05, 2022
ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા માધુરી જજ કરશે
ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા માધુરી જજ...
Jul 05, 2022
SRK અને સલમાન યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મમાં સાથે દેખાશે
SRK અને સલમાન યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મ...
Jul 05, 2022
Trending NEWS

‘બોયકોટ ચાઇનીઝ ગુડ્સ’ ઝુંબેશના ધજાગરા, 80 ચીની કંપ...
06 July, 2022

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, મોહન નદીમાં ઘોડાપૂ...
06 July, 2022
.jpg)
ગીર સોમનાથમાં આભ ફાટ્યું:સુત્રાપાડામાં 12 અને કોડી...
06 July, 2022

'કાલી' ડોક્યુમેન્ટ્રી પોસ્ટર વિવાદ મુદ્દે કેનેડાના...
06 July, 2022

CMના પત્નીએ 'દરેક સફળ વ્યક્તિ પાછળ સ્ત્રીનો હાથ' આ...
06 July, 2022

કુલ્લુમાં વાદળ ફાટ્યુ, ભારે વરસાદના કારણે પૂરની સ્...
06 July, 2022

ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધુ રૂ. 50નો વધારો...
06 July, 2022

નુપૂર શર્માનું માથું કાપશે તેને મારૂં મકાન આપીશ :...
05 July, 2022

ભારત યુક્રેન યુદ્ધમાં તટસ્થ રહ્યું છે, ભારતે પોતાન...
05 July, 2022

મંદીની આહટે રૂપિયો ધરાશાયી : ડોલરની સામે 79.37ના ઐ...
05 July, 2022