25 દેશોના ડિપ્લોમેટ્સનુ ડેલિગેશન કાશ્મીરના પ્રવાસે, શિકારામાં કરી સવારી

February 12, 2020

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ વિદેશી ડિપ્લોમેટ્સનુ એક પ્રતિનિધિ મંડળ પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે શ્રીનગર પહોંચ્યુ છે. જેમાં વિવિધ દેશોના 25 ડિપ્લોમેટ્સનો સમાવેશ થાય છે. 

આ પ્રતિનિધિ મંડળે શ્રીનગરના દાલ લેકમાં શિકારામાં સફરનો આનંદ માણ્યો હતો. આ ડિપ્લોમેટ્સ કાશ્મીરમાં બારામુલ્લાની મુલાકાત લેશે. તેની સાથે સાથે કાશ્મીરના વેપારીઓ તેમજ સમાજના સભ્યો સાથે પણ વાતચીત કરશે.