દિલ્હી વિધાનસભા ચૂંટણી: 70 બેઠકો પર મતદાન શરૂ

February 08, 2020

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. તમામ 70 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. 

તંત્ર દ્વારા મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મતદાનને લઇને દિલ્હીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક મતદાન મથકો પર લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.

મતદાનને લઇને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવાની સાથે શાહીનબાગ તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન કેન્દ્ર પર વધારાનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં કુલ એક કરોડ 47 લાખ 86 હજાર 382 મતદાર નોંધાયેલા છે.

આ ચૂંટણી મુકાબલમાં સતાધારી આમ આદમી પાર્ટી છે. ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે તમામ ઇવીએમ ફૂલપ્રૂફ છે. 

તેમાં કોઇ છેડછાડ થઇ શકે તેમ નથી. 70 વિધાનસભા બેઠકો પર કુલ 672 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની સુરક્ષા માટે કેન્દ્રી સશસ્ર પોલીસ દળની 190 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.