દિલ્હીના મુખ્ય સચિવે રૂ.315 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો દાવો, પુત્રની કંપનીને પહોંચાડ્યો ફાયદો
November 10, 2023

નરેશ કુમારે જમીન વળતર મામલે અનિયમિતતા આચરી હોવાનો AAP સરકારનો દાવો
કુમાર સામે થયેલી ફરિયાદ CM કેજરીવાલે વિજિલન્સ મંત્રી આતિશીને તપાસ કરવા માટે મોકલી
નવી દિલ્હી- દિલ્હી- અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ નરેશ કુમાર પર ભ્રષ્ટાચારા ઓરોપો લાગ્યા છે. તેમણે દ્વારકા એક્સપ્રેસમાં જમીન અધિગ્રહણમાં ગોલમાલ કરી પુત્રની કંપનીને 315 કરોડ રૂપિયાનો ફાયદો પોંચાડ્યો છે. કેજરીવાલને પણ આ અંગે ફરિયાદ કરાઈ છે, ત્યારબાદ મુખ્યમંત્રીએ વિજિલન્સ મંત્રી આતિશી (Atishi Marlena)ને તપાસ કરવા માટે ફરિયાદ મોકલી દીધી છે.
IAS નરેશ કુમારે જ એક્સાઈઝ પોલિસી અને નિવાસસ્થાનના નવીનીકરણમાં કથિત અનિયમિતતાની પ્રાથમીક તપાસ કરી છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સરકાર અને કુમાર વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય સચિવ નરેશ કુમારે આ મહિને નિવૃત્ત થવાના છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે, તેમનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે.
આમ આદમી પાર્ટીએ સરકારનો દાવો છે કે, નરેશ કુમારે દ્વારકા એક્સપ્રેસ-વે સંબંધિત જમીન વળતર મામલે સંબંધિત અનિયમિતતાઓ આચરી હોવામાં સામેલ છે. તે સમયના કેસમાં ડીએમ વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને સીબીઆઈ તપાસ પણ ચાલી રહ્યું છે. હવે મુખ્ય સચિવ વિરુદ્ધ પણ તપાસ કરાવવા મુખ્યમંત્રીએ ફરિયાદને આગળ મોકલી દીધી છે.
નરેશ કુમાર 1987 બેંચના આઈએએસ અધિકારી છે. નરેશ કુમાર 1987 બેચના એજીએમયૂટી (અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ) કેડરના અધિકારી છે. અગાઉ તેઓ અરૂણાચલ પ્રદેશના મુખ્ય સચિવ હતા. કુમારે ગત વર્ષે એપ્રિલમાં વિજય દેવના સ્થાને દિલ્હીના મુખ્ય સચિવની જગ્યા લીધી હતી. નરેશ કુમાર નવી દિલ્હી નગરપાલિકા પરિષદમાં ચેરમેન પણ રહેલા છે.
Related Articles
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમંત્રી KCRની હાર, રેવંત રેડ્ડી પણ હાર્યા
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમ...
Dec 03, 2023
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર સ્વિકારી, રાજ્યપાલ કલરાજ મિશ્રાને આપ્યું રાજીનામું
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર...
Dec 03, 2023
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશે',- મોદી
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્...
Dec 03, 2023
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ...
Dec 03, 2023
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ સાથે લડીશું...', રાહુલ ગાંધી
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ...
Dec 03, 2023
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી મા...
Dec 03, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023