કોરોના વાઈરસને પગલે દિલ્હી પોલીસે શાહીન બાગ ખાલી કરાવ્યો

March 24, 2020

નવી દિલ્હી  : દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 101 દિવસથી ચાલી રહેલા CAA અને NRC વિરૂદ્ધ ધરણા પ્રદર્શનને હટાવી દેવાયા છે. મંગળવારે શાહીનબાગમાં પોલીસ ફોર્સની તૈનાતી વચ્ચે પ્રદર્શનકારીઓના ટેન્ટ ઉખાડી દેવાયા. આ સાથે જ નોઈડા-કાલિંદી કુંજ માર્ગને પણ ખાલી કરાવાયા છે.

દિલ્હી પોલીસે કોરોના વાઈરસ અને કલમ 144નો હવાલો આપતા એક કલાકમાં આ કાર્યવાહી કરી. આ દરમિયાન પોલીસે 6 મહિલાઓ અને 3 પુરૂષોની ધરપકડ કરી. અત્યારે ઘટના સ્થળે પોલીસ ફોર્સ તૈનાત છે. પોલીસનું કહેવુ છે કે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન સ્થળને ખાલી કરાવવા ઈચ્છતા હતા.

જોકે, પ્રદર્શનકારીઓનો આરોપ છે કે અમે ખુદ પાછળ હટી ગયા હતા પરંતુ પોલીસે ધરણા સ્થળમાં બનેલા ભારત માતાનો નક્શા અને ઈન્ડિયા ગેટને કેમ હટાવ્યા. લોકોએ પોલીસ વિરૂદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. જોકે માહોલ અત્યારે શાંત છે.