નિઝામુદ્દીન કેસ બાદ જાગેલી પોલીસે દિલ્હીનુ ગુરુદ્વારા પણ ખાલી કરાવ્યુ

April 01, 2020

નવી દિલ્હી : કોરોના વાયરસે દેશભરમાં મચાવેલા હાહાકાર વચ્ચે તબલીગી જમાતના નિઝામુદ્દીન ખાતે આવેલા મરકઝને ખાલી કરાવી દેવાયુ છે.અહીંના 2000 થી વધુ લોકોને બહાર કાઢવા માટે 3 દિવસ ઓપરેશન ચલાવાયુ હતુ.

હવે પોલીસે આ કેસમાંથી બોધપાઠ લઈને દિલ્હીના મજનુ ટીલા વિસ્તારમાં ગુરુદ્વારામાં ફસાયેલા 300 લોકોને પણ બહાર કાઢવા માટેની કામગીરી શરુ કરી દીધી છે. નિઝામુદ્દીનના કેસ બાદ દિલ્હી પોલીસ હવે કોઈ જોખમ લેવા માગંતી નથી. આ ગુરુદ્વારામાં 200 લોકો ફસાયા હતા.જેમાં કેટલાક વિદેશથી આવેલા લોકો પણ છે.દિલ્હી પોલીસે ગુરુદ્વારા ખાલી કરાવવા માટે પંજાબ સરકારના પ્રતિનિધિઓની પણ મદદ લીધી છે. આ તમામને બસોમાં નહેરુ વિહારની એક સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.આ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.