દિલ્હી હિંસાઃ ઈન્ટેલિજન્સ બ્યુરોના કોન્સ્ટેબલની ટોળાએ હત્યા કરી

February 26, 2020

નવી દિલ્હી : દિલ્હી હિંસામાં પોલીસ કોન્સ્ટેબલ બાદ ઈન્ટિલેજન્સ બ્યુરોના કર્મચારીની પણ હત્યા કરી દેવામાં આવતા સરકારમાં હડકંપ મચી ગયો છે.

મળતી વિગતો પ્રમાણે આઈબીના કોન્સ્ટેબલ અંકિત શર્મા ખજૂરી વિસ્તારમાં રહેતા હતા અને મંગળવારે સાંજે ડ્યુટી કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે ચાંદબાગ વિસ્તારમાં કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા હતા. તેમની મારી-મારીને હત્યા કરી દેવમાં આવી હતી અને તેમના મૃતદેહને નાળામાં ફેંકી દેવાયો હતો.

અંકિત ઘરે નહી પહોંચતા તેમના પરિવારજનો પહેલેથી જ તેમની તપાસ કરી રહ્યા હતા. અંકિતના પિતા પણ આઈબીમાં જ હેડ કોન્સ્ટેબલ છે.તેમણે આરોપ લગાવ્યો છે કે, અંકિતને ગોળી મારવામાં આવી છે.

દરમિયાન પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલની પણ ટોળાએ આ હિંસા દરમિયાન હત્યા કરી હતી.