સુરતના રામનાથ ઘેલા મહાદેવના મંદિરમાં જીવતા કરચલા ચઢાવવાની રોચક પરંપરા
January 29, 2022

સુરતમાં ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિર સાથે સંકળાયેલી રોચક પરંપરાને આધીન શુક્રવારે મહાદેવને જીવતા કરચલા ચઢાવવા માટે શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયુ હતુ. રામનાથદાદાની સાલગીરી વેળાએ ભોલેનાથના દર્શન અને પિતૃતર્પણ માટે દિવસભર ભીડ જોવા મળી હતી.
તાપી નદીના કિનારે આવેલા રામનાથ ઘેલા મંદિરમાં શુક્રવારે પોષ વદ એકાદશીએ રામનાથ દાદાની સાલગીરી મહોત્સવની રંગારંગ ઉજવણી થઇ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સુરત જિલ્લાના ઉમરા ખાતે આવેલા પૌરાણિક રામનાથ ઘેલા મંદિરમાં શ્રાવણ માસ અને પોષવદ એકાદશીએ દર્શનનો મહિમા છે. ભગવાન રામના પિતા દશરથની તર્પણ વિધી સાથે જોડાયેલી વાયકાને આધીન સંતાન, પરિવારના સભ્યોને કાનની તકલીફ હોય તો અહીં મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની બાધા-માનતા લેવાઇ છે.
આ પ્રથા દાયકાઓથી ચાલી આવે છે. તાપી કિનારે આવેલા મંદિરની નજીકમાં જ સ્મશાન ઘાટ છે. જેને પગલે અહીં અનેક લોકો પિતૃઓની તર્પણ વિધી કરે છે. શુક્રવારે પોષ વદ એકાદશીએ વ્હેલી સવારથી જ મહાદેવના દર્શનની સાથે જીવતા કરચલા ચઢાવવા શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યુ હતુ. તાપી કિનારે ઠેરઠેર તર્પણ વિધીના દૃશ્યો સાથે જ ગામમાં પરંપરાગત રીતે મેળો ભરાયો હોય લોકોની ભીડ દેખાઇ હતી.
Related Articles
મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહિત પાંચ રાશિઓ માટે સારો સમય શરૂ થશે
મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહ...
May 23, 2022
વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચોથ, આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે
વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચ...
May 18, 2022
સૂર્યનું રાશિ પરિવર્તન:કર્ક અને ધન રાશિના લોકોને ધનલાભ અને સિંહ રાશિના નોકરિયાત જાતકોને ઉન્નતિના યોગ બનશે
સૂર્યનું રાશિ પરિવર્તન:કર્ક અને ધન રાશિન...
May 17, 2022
મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ, પૂજાની વિધિ વિશે જાણો
મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું...
May 11, 2022
મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પૂજા કરવાથી 16 પ્રકારના દાનનું પુણ્ય મળે છે
મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પ...
May 09, 2022
આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્શન માટે જવાની મર્યાદા કરાઇ નક્કી
આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્...
May 03, 2022
Trending NEWS

28 May, 2022