મોડેર્ના વેકસીનના સિંગલ ડોઝ વિશે વિચારણા કરવા માંગણી

January 05, 2021

  • કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સે હેલ્થ કેનેડાને વિનંતી કરી

ઓન્ટેરિયો : ઓન્ટેરિયોના કોવિડ-૧૯ વેકસીન ટાસ્ક ફોર્સના વડાએ હેલ્થ કેનેડાને વિનંતી કરી હતી કે, કોરોના વેકસીન જે બે ડોઝમાં અપાનાર છે એને બદલે મોડેર્ના વેકસીનના સિંગલ ડોઝ વિશે વિચારણા કરવી આવશ્યક છેકેમ કે, પ્રાંતમાં વધુ ઝડપથી વેકસીનેશન કરવું હોય તો બાબત જરૂરી બની રહેશેરીટાયર્ડ જનરલ રીક હિલીયરે મંગળવારે કહ્યુંં હતું કે, મોડેર્ના વેકસીનના પ૦૦૦૦ ડોઝનો જથ્થો આગામી થોડા દિવસો પહોંચી શકે છે. જેનું વિતરણ ચાર હોટસ્પોટ વિસ્તારોમાં કરાશેદક્ષિણ ઓન્ટેરિયોના લોંગ ટર્મ કેર અને રીટાયરમેન્ટ સુવિધાઓ આવેલી છે. મને ખબર છે કે, સમય ક્રિસમસની ભેટ માંગવાનો નથી. આમ છતાં હું હેલ્થ કેનેડાને વિનંતી કરવા માંગું છું કે, મોડેર્ના વેકસીનના ડોઝ વિશે ફરીથી વિચારે અને એક ડોઝમાં વેકસીન આપી શકાય એવી જોગવાઈ કરે તો વેકસીનેશન વધુ ઝડપી બની શકે. હાલમાં મોડેર્ના વેકસીનના બે ડોઝ ર૮ દિવસના અંતરે આપવાનું ધોરણ છે. જે વેકસીનને ફાઈઝર-બાયોએનટેક વેકસીન બાદ મંજુરી મળી છે.

એના પણ બે ડોઝનું ધોરણ છે. જેની વચ્ચે બેથી ત્રણ અઠવાડિયાનો સમયગાળો રાખવાનો હોય છે. હિલીયરે કહ્યુંં હતું કે, જો મોડેર્નાને સિંગલ ડોઝ વેકસીન બનાવવા કહેવામાં આવે તો અમારી ટીમની કામગીરી વધુ અસરકારક બની શકે અને અમે લાખો લોકોને ઓછા સમયમાં વેકસીન આપી શકીશુંઓન્ટેરિયોમાં છેલ્લા બે દિવસમાં કોવિડ-૧૯ના રપપ૩ નવા કેસ નોંધાયા હતા અને ૭૮ લોકોના મૃત્યુ થવાના અહેવાલ બાદ હિલિયરનું નિવેદન આવ્યું હતું. છેલ્લા અહેવાલ મુજબ ઓન્ટેરિયોએ ૯૦૦૦૦ ડોઝ પૈકી ૧૪૦૦૦ ડોઝનો ઉપયોગ કરાયો છે. બીજા પ્રાંતો કરતા અહીં વેકસીનેશનની ગતિ મંદ પણ છે