Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

દેખાવો કે ધરણાંની મંજૂરીનું કામ પોલીસનું છે : સુપ્રીમ કોર્ટ

January 19, 2021

નવી દિલ્હી: કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે હવે દરેક લોકોની નજર ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર ટકેલી છે. ખેડૂતોએ આ દિવસે મોટી ટ્રેકટર રેલી કાઢવાની વાત કહી છે, જેનો દિલ્હી પોલીસે વિરોધ કર્યો. હવે જ્યારે સોમવારના રોજ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ તો ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી કે માર્ચ કે ધરણાની મંજૂરી આપવાનું કામ કોર્ટનું નહીં પોલીસનું છે.  
આપને જણાવી દઇએ કે ખેડૂતોએ એલાન કર્યું કે ગણતંત્ર દિવસના અવસર પર તેઓ દિલ્હીમાં ટ્રેકટર રેલી નીકાળશે. આ ટ્રેકટર રેલી દિલ્હીના રિંગ રોડ પર હશે. જો કે દિલ્હી પોલીસે તેનો વિરોધ કર્યો અને કાયદો વ્યવસ્થા બગડવાનો હવાલો આપ્યો. તેને લઇ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ.
સોમવારે જ્યારે આ મુદ્દાની સુનવણી થઇ તો ચીફ જસ્ટિસની તરફથી આકરી કડક ટિપ્પણી કરાઇ. કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસને નિર્ણય કરવાનો છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે શહેરમાં કેટલાં લોકો, કેવી રીતે આવશે એ પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે શું હવે કોર્ટ કહેશે કે સરકારની પાસે પોલીસ એક્ટની અંતર્ગત શું શક્તિ છે. જો કે જ્યારે સોલિસિટર જનરલની તરફથી ગણતંત્ર દિવસનો હવાલો આપી કોર્ટના નિર્દેશની અપીલ કરી તો હવે તેના પર વિસ્તારથી બુધવારના રોજ સુનવણી કરાશે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટ પહેલાં જ આ મુદ્દાની સુનવણી કરી રહ્યું છે. જ્યાં કોર્ટે એક કમિટીની રચના કરી છે, જે ખેડૂતો અને સરકારની વચ્ચે ચાલી રહેલા કૃષિ કાયદાને લઇ વિવાદને ઉકેલવાનું કામ કરશે. આ બધાની વચ્ચે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે, ખેડૂતો કમિટીનો બહિષ્કાર કરવાની વાત કહી છે.