ટોરોન્ટોમાં કોરોનાના પ્રસારને અટકાવવા આરોગ્ય વિભાગ સાબદુ

October 17, 2020

  • અન્ય પ્રાંતના સેલફોન ડેટાના ઉપયોગ થકી કોવિડના કેસની થતી તપાસ
ટોરોન્ટોઃ ટોરોન્ટોના જાહેર આરોગ્ય વિભાગે હવે કોવિડ -૧૯ના પ્રસારને પાડોશી પ્રાંતમાંથી આવતો અટકાવવા અનામી સેલફોન ડેટાની તપાસ શરૂ કરી છે. જેનો અહેવાલ આવતા અઠવાડિયે બોર્ડ ઓફ હેલ્થ સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવશે. ટોરન્ટોના મેડીકલ ઓફિસર હેલ્થ ડો.એલીન ડે વિલાએ કહ્યુંં હતું કે, તેમને પ્રાપ્ત થયેલા સેલફોન ડેટા મુજબ શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તાર જયાં કોરોનાનો વધુ પ્રભાવ છે ત્યાંના લોકો મહામારીના સમયમાં પણ સતત ફરતા જોવા મળ્યા હતા. જયારે જયાં ઓછો પ્રસાર હતો ત્યાંના લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતા હતા. તમણે કહ્યુંં કે એવી દલીલ થાય કે ઓછી આવક ધરાવતા વિસ્તારના લોકો આવશ્યક સેવાઓ માટે બહાર નીકળતા હશે. જેમની પાસે ઘરેથી કામ કરવાનો વિકલ્પ નહોતો. છતાં એમના માટેનો કોવિડ -૧૯નો ખતરો વધુ હતો વાત તો સ્વીકારવી પડશે. હકીકતમાં તો શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા પાડોશી વિસ્તાર વેસ્ટ હમ્બર -કલેરીવિલેમાં દરીયા કાંઠાની સરખામણીમાં લગભગ ૧૦ ગણો વધારે હતો. ખરેખર તો ટોરન્ટોમાં ઓછામાં ઓછો દર એક લાખ લોકોમાં માત્ર ર૦૪નો હતો. મળેલા અહેવાલ મુજબ એસોસિયેટ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.વિનીતા દુબેએ કહ્યુંં હતું કે, ટોરન્ટોના જાહેર આરોગ્ય વિભાગે મેળવેલા સેલફોન ડેટાનો પુરો અભ્યાસ હજુ બાકી છે. જેમાં લોકોની હીલચાલની પેટર્ન જાણી શકાય અને અન્ય વિસ્તારોની પેટર્ન સાથે એને સરખાવી શકાય, જયાં વધુ પ્રસાર જોવા મળ્યો હોય. કારણસર માહિતી અત્યારે જાહેર કરવામાં આવશે નહીં. ટોરન્ટોના જાહેર આરોગ્ય વિભાગે અગાઉ જણાવ્યુ હતું કે, કોવિડ -૧૯ની અપ્રમાણસર અસર ઓછી આવક ધરાવનારા લોકોમાં જોવા મળે છે. આજની તારીખે પણ ર૬ ટકા કેસ એવા જોવા મળે છે. જેમની વાર્ષિક આવક ૩૦૦૦૦ યુએસ ડોલરથી ઓછી હોય. જુથ કુલ વસતીના ૧૪ ટકા જેટલું છે. એની સામે માત્ર ટકા કેસ એવા લોકોના છે જેમની વાર્ષિક આવક ૧પ૦૦૦૦ યુએસ ડોલરથી વધુ હોય છે. જુથની ટકાવારી કુલ વસતીના ર૧ ટકા જેટલી છે.