છોટા ઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ છતા આખું ગામ જડબેસલાખ બંધ

November 25, 2020

કોસિન્દ્રા : હાલમાં રાજ્યમાં કોરોનાના સંક્રમનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઈને કોસિન્દ્રના ગ્રામજનોએ સ્વેચ્છાએ લોકડાઉન કર્યું છે.

હાલમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, દિવાળી બાદ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની સીધી અસર છોટા ઉદેપૂરના કોસિન્દ્રામાં જોવા મળી છે. કોસિન્દ્રામાં હાલ સરકારી રેકોર્ડ પર માત્ર 5 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 3ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને બે કેસ એક્ટિવ છે. પરંતુ કોસિન્દ્રાના સાધન સંપન્ન ખેડૂતો કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોનો સહારો લાઇ રહ્યા છે. લોકોના જણાવ્યા મુજબ કોસિન્દ્રામાં ખાનગી હોસ્પિટલમાં 10 કરતા વધુ લોકો કોરોનાની સારવાર લીધી છે તેમાંથી ત્રણ જણના મોત થઈ ચૂક્યા છે.


કોસિન્દ્રામાં કોરોનાનો કહેર વધી જતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળતી હતી. અને કોરોનાના સંક્રમણને રોકવા માટે ગ્રામજનોએ જાતે જ 5 દિવસનું લોકડાઉન જાહેર કરીને બજાર બંધ કરી દીધું છે. હાલ તો કોરોનાના કેસોને લઈને કોસિન્દ્રાના ગ્રામજનોએ સારું પગલું ભર્યું છે પરંતુ આ પગલું કેટલે અંશે સફળ થાય છે તે સમય જ બતાવશે.