ડિસેમ્બરમાં મંદી છતાં કેનેડામાં છેલ્લાં વર્ષમાં વાહનોનું વેંચાણ વધ્યું

January 10, 2022

  • કુલ વેંચાણમાં હળવા ટ્રકનું વેંચાણ સૌથી વધુ એટલે કે 80% રહ્યું 
  • પેસેન્જર કારના ક્ષેત્રમાં હોન્ડા પ્રથમ, જીએમ મોટર્સ બીજા ક્રમે અને ત્રીજા ક્રમે ટોયોટો કંપની રહી 

ટોરોન્ટો : ઓટોમોટિવ કન્સલ્ટન્ટ ડેશ રોજર જણાવે છે કે, કેનેડામાં ડિસેમ્બર મહિનો નબળો ગયો હોવા છતાં ગત વર્ષમાં વાહનોનું વેંચાણ વધ્યું હતું. આ સમયગાળામાં 1.64 મિલિયન હળવા વાહનોનું વેંચાણ થયું હતું. જે 2020માં ઘણું નીચું પ્રમાણ સૂચવતું હતું. જો કે, ડિસેમ્બર મહિનામાં આ વર્ષની શરૂઆત કરતા વાહનોનું વેંચાણ 4.5% જ રહ્યું એટલે કે 1,02,9119 ઓછા વાહનો વેંચાયા હતા. 
સેમી-કંડક્ટરની સમસ્યાને કારણે ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર તેની અસર થઇ હતી. ગત વર્ષે વાહન વેંચાણનો સૌથી ઊંચો આંકડો જોવા મળ્યો હતો. જયારે તે 2017ના વેંચાણના આંકડા કરતા 19.5% એટલે કે, 2 મિલિયન વાહનો ઓછા વેંચાયા હતા. જયારે વાહનોના કુલ વેંચાણમાં હળવા ટ્રકનું વેંચાણ સૌથી વધુ એટલે કે 80% રહ્યું હતું. 
જે 2021માં વધીને 81.2% રહ્યું હતું. જે વર્ષ 2020ના 79.9% કરતા વધારે હતું. હળવા ટ્રકના વેંચાણમાં સૌથી વધુ વેંચાણ ફોર્ડ સિરિસનું રહ્યું હતું. 2020માં 1,16,401 વાહનો વેંચાયા હતા. જયારે 2021માં એની માગમાં વધારો થયો હતો. પરંતુ માંગને પહોંચી શકાય એવું નહોતું એમ ડેશ રોજરે જણાવ્યું હતું. જેઓ એન્ડ્ર્યુ કિંગના ભાગીદાર અને મેનેજીંગ ડિરેક્ટર છે. જયારે પેસેન્જર કારના ક્ષેત્રમાં 2,43,000 યુનિટો સાથે હોન્ડા અને ત્યારબાદ 2,17,000 યુનિટ સાથે જીએમ મોટર્સ બીજા ક્રમે અને 1,99,000 યુનિટ સાથે ત્રીજા ક્રમે ટોયોટો કંપની રહી હતી.