વિકાસ સહાય ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP, U
January 31, 2023

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂંક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેમના નામની ગમેત્યારે સત્તાવાર જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ DGP તરીકે કાર્યરત રહેશે.
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. જો કે અત્યારે તેઓ ઈન્ચાર્જ ડીજીપી તરીકે જ જવાબદારી સંભાળશે.
વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.
Related Articles
રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ્ન કરનારને મળશે રૂ.10 લાખ, રકમ વધારવા આપી મંજૂરી
રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ...
Mar 24, 2023
મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 31 માર્ચે ચુકાદો
મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 3...
Mar 24, 2023
હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું- રાહુલ ગાંધી
હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમ...
Mar 24, 2023
આગ્રામાં નવ વર્ષ જુના કેસમાં પાલતુ પોપટ બોલ્યો હત્યારાનું નામ, પરિવારને મળ્યો ન્યાય
આગ્રામાં નવ વર્ષ જુના કેસમાં પાલતુ પોપટ...
Mar 24, 2023
ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ, 5 એપ્રિલે સુનાવણી
ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની...
Mar 24, 2023
કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટબંધી ન કરી હોત:'તેમને ઊંઘ નથી આવતી, તેથી તેઓ ગુસ્સે રહે છે
કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટ...
Mar 24, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023