ફોન ટેપિંગના આરોપ સામે દેવેન્દ્ર ફડણવીસ ઉકળી ઊઠયા અને રદિયો આપ્યો

January 25, 2020

મુંબઈ,  : ભાજપ સરકારના સમયમાં  વિપ૭ોના નેતાઓના ફોન ટેપિંગ થતાં હોવાના  મૂકાયેલા ગંભીર આરોપની સામે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તથા વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેનો જોરદાર રદ્દીયો  આપ્યો હતો.  રાજકીય વિરોધીઓના ફોન ટેપ કરવાનું આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. આરોપ કરવા કરતાં  તાબડતોબ તપાસ કરીને અહેવાલ રજૂકરો એવા તીવ્ર શબ્દમાં પ્રત્યુત્તર ફડણવીસે આપ્યો હતો. એટલું જ નહીં જરૂર પડે તો ઈઝરાઈલ જઈને તપાસ કરો એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગત સરકારે વિધાનસભાની ચૂંટણીના સમયમાં  શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, એન.સી.પી.ના વડા શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓના ફોન તેમ જ ખાસ કરીને વોટસએપ મેસેજ ટેપ કરાતા હોવાનો આરોપ મૂકાતો હતો. ફોન ટેપિંગ માટે તથા વોટસ એપ મેસેજ અનધિકૃત  રીતે જોવા માટે  ઈઝરા.લની કંપની પાસે  'પેગેસસ'ની સિસ્ટમ વેચાતી લીધી હતી. આ માટે  અમુક અધિકારી  ઈઝરાયલ ગયા હોવાનો  આરોપ  મૂક્યો હતો. તેના પર ફડણવીસે કહ્યું હતું કે  ઈઝરાયલ જઈને તપાસ કરાવી હોયચ તો સરકારે કરવી એમ તેમણે બચાવ કર્યો હતો.