ઉત્તરાયણના દિવસે 11 કરો આ વસ્તુઓનું દાન, નહીં રહે નાણાની અછત
January 12, 2022

પોષ મહિનાની શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 14 જાન્યુઆરીએ શુક્રવારે ઉજવાશે. આ દિવસે સૂર્ય ધનથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવશે. આ વખતે સૂર્ય બપોરે 2.29 મિનિટે મકર રાશિમાં ગોચર કરશે. મકરસંક્રાતિ પર સ્નાન અને દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરાયેલા દાનનું અનેકગણું ફળ મળે છે. તો જાણો કઈ વસ્તુઓનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે.
આ દિવસે 11 વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુનું દાન શુભ માનવામાં આવે છે.
- તલ – માનવામાં આવે છે કે જો તમે ઉત્તરાયણના દિવસે તલનું દાન કરો છો તો શનિદેવ તમારી પર પ્રસન્ન થાય છે.
- ખીચડી – ઉત્તરાયણના દિવસે ખીચડી ખાવાનું જેટલું શુભ છે તેટલું જ તેનું દાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે.
- ગોળ – આ દિવસે ગોળનું દાન પણ શુભ માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા મળે છે તેમ માનવામાં આવે છે.
- તેલ – આ દિવસે તેલનું દાન શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિદેવના આર્શીવાદ પણ મળે છે.
- અનાજ – મકર સંક્રાંતિએ 5 પ્રકારના અનાજને દાન કરવાની પરંપરા છે. આ સિવાય તમે સીધું તૈયાર કરીને મંદિરના પૂજારીને કે જરૂરિયાત મંદને પણ દાન કરી શકો છો.
- ઘી – આ દિવસે ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.
- ચારો – મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને ગાયને લીલો ચારો ખવડાવવાનું પણ શુભ માનવામાં આવે છે.
- રેવડી – મકર સંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે.
- મીઠું – આ દિવસે મીઠાનું નવું પેકેટ લઈને દાન કરો. તેનાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત બને છે.
- કામળો – આ દિવસે ખાસ કરીને ગરમ કપડા કે કામળાનું દાન શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત થાય છે.
- નવા વસ્ત્રો – આ દિવસે ગરીબો અને જરૂરિયાત મંદને નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
Related Articles
નહીં જાણતા હોવ ઉત્તરાયણે કાળા તલ-ગોળ ખાવાની પરંપરાનું મહત્ત્વ
નહીં જાણતા હોવ ઉત્તરાયણે કાળા તલ-ગોળ ખાવ...
Jan 12, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022