Dhanteras 2022 : 27 વર્ષ બાદ બે દિવસ મનાવાશે ધનતેરસ, ખરીદી માટે આ છે શુભ મુહૂર્ત
October 20, 2022

અમદાવાદ : ધનતેરસની સાથે જ પાંચ દિવસીય દિવાળીના તહેવારની શરૂઆત થઈ જશે. આ વર્ષે ધનતેરસ બે દિવસ છે જેના માટે માર્કેટ પણ તૈયાર છે. ધાતુનો સામાન કે વાસણ ખરીદવાની પરંપરાના કારણે વાસણ અને સોના ચાંદીની દુકાનો પર સજાવટની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. 27 વર્ષ બાદ ધનતેરસનુ માન બે દિવસ સુધી રહેશે. જોકે મૂળ રીતે ધનતેરસ 23 ઓક્ટોબરે જ રહેશે.
જ્યોતિષ અનુસાર આ વર્ષે કારતક કૃષ્ણ ત્રયોદશી 22 અને 23 ઓક્ટોબર બે દિવસ પ્રદોષ વ્યાપિની છે. આ બંને દિવસ પ્રદોષકાળ લગભગ સાંજે 5.45થી રાત્રે 8.20 વાગ્યા સુધી રહેશે. બીજા દિવસે 23 ઓક્ટોબર 2022 એ ત્રયોદશી તિથિ પ્રદોષકાળે અપેક્ષાકૃત ખૂબ ઓછા સમય માટે વ્યાપ્ત કરી રહી છે. પરંતુ જો બંને દિવસ ત્રયોદશી પ્રદોષ વ્યાપિની રહેશે તો બીજા દિવસે જ માન્ય રહેશે. એવામાં પહેલા દિવસે રાત્રે અને બીજા દિવસે આખો દિવસ ખરીદી થશે. ઉદયા તિથિના માન અનુરૂપ 23 ઓક્ટોબરે ધનતેરસ મનાવવામાં આવશે.
ત્રયોદશી તિથિની શરૂઆત 22 ઓક્ટોબરે સાંજે 6.02 વાગે થશે અને સમાપન 23 ઓક્ટોબરે સાંજે 6.03 વાગે થશે. 23 ઓક્ટોબરે સાંજે 6.04 વાગ્યાથી ચતુર્દશી તિથિ શરૂ થશે અને 24 ઓક્ટોબર સાંજ સુધી 5.28 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર 24 ઓક્ટોબરે નરક ચતુર્દશી છે અને હનુમાન જયંતી પણ મનાવવામાં આવશે. 23 ઓક્ટોબર 2022એ ધનતેરસ મનાવવી શ્રેષ્ઠ હશે. આ દિવસે ઉદયવ્યાપિની ત્રયોદશી તિથિ સમગ્ર દિવસ વ્યાપ્ત રહેશે. જે પ્રદોષકાળમાં સાંજે 6.03 વાગે સમાપ્ત થશે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિનો જન્મદિવસ પણ હોય છે તેથી ધનતેરસને ધન્વન્તરિ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વન્તરિ જી ને ઘી નો દીવો પ્રસાદ નૈવેદ્ય અર્પણ કરવુ જોઈએ. આ દિવસે ધનવંતરિની પૂજા, માતા લક્ષ્મી અને કુબેરનુ પૂજન અને સોના, ચાંદી, વાસણ ઘરનો સામાન વગેરે ખરીદવાનુ શુભ મનાય છે. 23 ઓક્ટોબરે પ્રદોષ વ્રત હશે અને શનિ પણ માર્ગી થઈ રહ્યો છે. જે અમુક રાશિઓના જીવનમાં ધન, સંપત્તિ, સમૃદ્ધિ લાવશે. દિવાળીનો પર્વ કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે 2022માં કારતક અમાસની તિથિ 24 ઓક્ટોબર, સોમવારના દિવસે દિવાળી મનાવવામાં આવશે. આ પર્વ સુખ-સમૃદ્ધિ અને વૈભવનુ પ્રતીક છે. દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. શ્રીમહાલક્ષ્મી પૂજન અને દિવાળીનો મહાપર્વ કારતક અમાસમાં પ્રદોષ કાળ અને અર્ધરાત્રિ વ્યાપિની હોય તો ખાસ રીતે શુભ હોય છે. લક્ષ્મી પૂજન, દિવા પ્રગટાવવા માટે પ્રદ્યેષકાળ જ ખાસ માનવામાં આવે છે. 24 ઓક્ટોબરે સાંજે 5.27 વાગ્યા બાદ પ્રદોષ, નિશીથ તથા મહાનિશીથ વ્યાપિની હશે. દિવાળી પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે. જે બાદ સાંજે 5.27 વાગ્યાથી અમાસ તિથિ પ્રારંભ થશે જે 25 ઓક્ટોબર 2022એ સાંજે 4.18 વાગ્યા સુધી રહેશે.
Related Articles
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં 1.21 કરોડ લોકોએ નગરની મુલાકાત લીધી
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30...
Jan 15, 2023
મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના જાતકોને થશે ફાયદો
મંગળ વૃષભ રાશિમાં થયો માર્ગી, આ 4 રાશિના...
Jan 15, 2023
રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરોથી જાણો નોકરી, વેપાર, ઘર-પરિવાર અને સ્વાસ્થ્ય માટે નવું વર્ષ કેવું રહેશે?
રાશિફળ 2023:કુંડળી, અંક જ્યોતિષ અને ટેરો...
Dec 31, 2022
ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ્યે મકર રાશિમાં શુક્ર-શનિની યુતિ બનશે
ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ...
Dec 29, 2022
બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્રહ 3 દિવસ માટે મકર રાશિમાં મહેમાન બનશે
બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્...
Dec 26, 2022
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023