ગીચ વસ્તી ધરાવતી મુંબઇની ધારાવી ઝુપડપટ્ટીમાં વધું 2 કોરોના પોઝિટિવ, દર્દીઓની સંખ્યા 5 થઇ

April 04, 2020

મુંબઇ : એશિયાની બીજી સૌથી મોટી ઝુપડપટ્ટીમાં વધું બે લોકોને કોરોના વાયરસનાં ચેપની પુષ્ટી થઇ છે, આ સાથે જ આ વિસ્તારમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 5ની થઇ ગઇ છે, ધારાવીમાં વધું બે દર્દીઓ મળી આવતા મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી ગઇ છે.

ગીચ વસ્તી અને હજારો ઝુપડપટ્ટીવાળા મુંબઇનાં ધારાવી વિસ્તારમાં 56 વર્ષનાં એક શખશનું કોરોના વાયરસથી હાલમાં જ મોત થયું છે, તે ઉપરાંત હવે અન્ય બે લોકોમાં કોરોનાનો ચેપ ફેલાતા ત્યાં રહેતા લોકો અને સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થયું છે. 

આ જીવલેણ વાયરસને કારણે ધારાવીમાં મૃત્યુ પામનાર 56 વર્ષીય વ્યક્તિ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોના સંપર્કમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ પાંચ મહિલાઓ કે જે 22 માર્ચે જમાતમાં જોડાયા પછી મુંબઇ પરત ફર્યા હતા, તેઓ મૃતકના બીજા ફ્લેટમાં રોકાઇ હતી