ધોનીની ક્રિકેટ એકેડમી ક્રિકેટનું કોચિંગ ઓનલાઈન આપશે

June 29, 2020

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટમાં આજે પણ સવાલ ક્રિકેટ ફેન્સના હૃદયના ધબકારા વધારી દે છે કે એમએસ ધોની ટીમ ઈન્ડિયામાં પાછો આવશે કે પછી મેદાન બહારથી નિવૃત્તિ લઈ લેશે. તેનો જવાબ તો કેપ્ટન કૂલ યોગ્ય સમય આવશે ત્યારે આપી દેશે. પરંતુ, ધોનીએ રિટાયરમેન્ટ પહેલા રિટાયરમેન્ટ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. અહેવાલ મળી રહ્યા છે કે, ધોની હવે કોચિંગમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. ધોની જુલાઈથી ક્રિકેટ કોચિંગ શરૂ કરી રહ્યો છે અને તે એક દેશભરના ઉભરતા ખેલાડીઓને ઓનલાઈન કોચિંગ આપશે. એમએસ ધોની ક્રિકેટ એકેડમી ઓનલાઈન કોચિંગ શરૂ કરવા જઈ રહી છે, જેમાં ક્રિકેટની શરૂઆત કરનારા ૬થી વર્ષના બાળકોથી લઈને સીનિયર સ્તર સુધીના ખેલાડીઓ માટે પ્રોગ્રામ તૈયાર કરાયા છે. ધોનીની એકેડમી આર્કા સ્પોર્ટસ પ્રાઈવેટ લિમિટેડ સાથ મળીને કામ કરશે. જુલાઈએ તેની શરૂઆત થશે. આર્કા સાથે જોડાયેલા એક રોકાણકારે જણાવ્યું કે, નવી યોજનાનો અમને અલગ-અલગ રાજ્યોમાંથી પોઝિટિવ જવાબ મળ્યો છે અને ટૂંક સમયમાં અમે તેને વૈશ્વિક સ્તર પર લઈ જઈશું. તેમણે જણાવ્યું કે, અમે પહેલા કોચોને કોચિંગ આપી છે અને તે અંતર્ગત ૨૦૦ કોચોને લાભ મળ્યો છે અને જુલાઈથી અમે ખેલાડીઓ માટે કોચિંગ શરૂ કરી રહ્યા છીએ. અમારા સહયોગીઓ ખેલાડીઓને જણાવવામાં હેલ્પ કરશે કે તે મેદાન પર શું કરે છે. માહી (ધોની) સમગ્ર યોજનાનો ચીફ છે અને કોચોની પેનલ ર્લનિંગના પાર્ટની વહેંચણી કરશે. સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેરિક કલિનનને પ્રોજેક્ટનો ડાયરેક્ટર બનાવાયો છે. કલિનને પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં ૭૦ ટેસ્ટ અને ૧૩૮ વન-ડે રમી છે. તેને વૈશ્વિક સ્તર પર કોચિંગનો સારો અનુભવ છે. ઉલ્લેખનીય છે કે, ધોનીએ વર્ષ ૨૦૧૭માં દુબઈમાં ક્રિકેટ એકેડમી ખોલી હતી. ધોની એક્ટિવ ક્રિકેટમાં વ્યસ્ત હોવાથી એકેડમીને વધુ સમય નહોતો આપી શકતો.