હીરા સોલંકીએ કહ્યું-કોઈના બાપથી બીતા નહિ

November 21, 2022

ચૂંટણી એટલે લોકશાહી. જેમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર ઉભા રાખે, એ ઉમેદવારો ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે, અને વોટની અપીલ કરે. ત્યારે મતદારો ઉમેદવારોને મત આપીને ચૂંટે. જે તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ સરકારમાં કરે. આ એક સાધારણ પ્રક્રિયા છે, જેમાં મતદારો રાજા હોય છે. એક સમય હતો જ્યારે ઉમેદવારો લોકોની સામે જઈને મત માટે ભીખ માંગતા, પરંતુ હવેના ઉમેદવારોને જાણે રાજકારણનો નશો ચઢી ગયો છે. હવે ઉમેદવારો દબંગાઈ પર ઉતરી ગયા છે. શુ તેમના પર સત્તાનો નશો ચઢી ગયો છે. રાજુલા ભાજપના ઉમેદવાર હીરા સોલંકીની દબંગાઈ સામે આવી છે. 


હીરા સોલંકીએ વિરોધીને જવાબ આપતા વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ધમકી આપતા લોકોથી ભાજપના કાર્યકરોને ડરવાની જરૂર નથી. કોઈના બાપથી ડરતા નથી, અહીયા હીરા સોલંકી બેઠા છે. જે ધમકી આપવા નીકળ્યા છે, તેમન ડબ્બા ગુલ થવાના છે.