અમૃતસરના ચકચારી સામુહિક આત્મહત્યા કેસમાં DIGને 8 અને DSPને 4 વર્ષની સજા

February 19, 2020

અમૃતસર : દેશના ચકચારી મચાવેલા સામુહિક આત્મહત્યા કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓને કોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે. 

વર્ષ 2004માં પંજાબના અમૃતસરમાં એક જ પરિવારના પાંચ લોકોએ પોલીસ દ્વારા બ્લેકમેઇલિંગ અને ત્રાસ ગુજારાત એક જ પરિવારના પાંચ લોકોએ સામુહિક આત્મહત્યા કરી લેતા દેશભરમાં ચકચાર મચાવી હતી.