કેને઼ડામાં ખાલિસ્તાનીઓના દેખાવો મામલે ભારતમાં રાજદ્વારીને તેડું

March 26, 2023

અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહીથી ભડક્યા છે ખાલિસ્તાની સમર્થકો


દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ભારતના ડીપ્લોમેટિક મિશન અને વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા ખામીઓ અંગે કેનેડા સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે શનિવારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું અને ઉગ્રવાદી તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો હતો.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, "ભારત સરકારે સ્પષ્ટીકરણ માંગ્યો છે કે પોલીસની હાજરીમાં અમારા ડીપ્લોમેટિક મિશન અને વાણિજ્ય દૂતાવાસની સુરક્ષાને ભંગ કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી."


ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને વિયેના કન્વેન્શનની યાદ અપાવી અને ભારતના દૂતાવાસ અને ડીપ્લોમેટિક મિશનની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આ સાથે આ કેસમાં ઓળખવામાં આવેલા લોકોની ધરપકડ કરવાની માંગ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેનેડા સરકાર અમારા ડીપ્લોમેટ્સની સલામતી અને ડીપ્લોમેટિક પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે જેથી તેઓ તેમના સામાન્ય ડીપ્લોમેટિક કાર્યો કરી શકે.'