વિદ્યાર્થીઓને ૯૦૦ મિલીયન યુએસ ડોલરની ચેરીટી ગ્રાન્ટ સીધેસીધી આપવા રજુઆત

July 27, 2020

ઓન્ટેરિયો : કેનેડા સ્ટુડન્ટ સર્વિસ ગ્રાન્ટના વહીવટદારોને બદલે ગ્રાન્ટની રકમ વી ચેરીટીને ફાળવવાના નિર્ણયમાં કેનેડાની ફેડરલ સરકારની ભુમિકાની ચર્ચા વચ્ચે બે નેશનલ સ્ટુડન્ટ ગૃપ્સે ૯૧ર મિલીયન યુએસ ડોલરની ગ્રાન્ટની ફાળવણીની ફેરવિચારણાની માંગણી કરી હતી. કોવિડ -૧૯ની મહામારી સમયે સર્જાયેલા 'ડોન્ટ ફરગેટ સ્ટુડન્ટસ ' અને દેશભરના ૬૪ વિદ્યાર્થી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરનારા ધી કેનેડીયન ફેડરેશન ઓફ  સ્ટુડન્ટસ તરફથી મંગળવારે ગ્રાન્ટ પ્રોગ્રામને શરૂથી ક્ષતિઓવાળો હોવાની રજુઆત કરી હતીકેનેડા સ્ટુડન્ટ સર્વિસ ગ્રાન્ટ અંતર્ગત એવા વિદ્યાર્થીઓ જેમણે ૧૦૦ કલાક સ્વયંસેવક તરીકે કામ કર્યું હોય, તેમને ૧૦૦૦ યુએસ ડોલરની સહાય માટે લાયક ગણાય છે અને વધુમાં વધુ એક સ્વયંસેવકને પ૦૦ કલાક માટે પ૦૦૦ યુએસ ડોલર મળી શકે છે.

ફેડરલ સરકારે વી એડમિનીસ્ટર નિમવાનો જે નિર્ણય લીધો એનાથી વિવાદ ઉભો થયો હતો. જયારે એવી જાણ થઈ કે વીની ઈવેન્ટમાં વકતા તરીકે આવેલા વડાપ્રધાન જસ્ટીન ટ્્રુડોના માતા અને ભાઈને પુરસ્કાર ચુકવવામાં આવ્યો હતો ત્યારે એની તપાસ હવે ફેડરલ એથિકસ કમિશ્નરને સોંપવામાં આવી છેસીએસએસજીએ પ્રાંતના લઘુત્તમ વેતન કાનૂનનો ભંગ કર્યોે છે અને સ્વયંસેવકોને થતા ચુકવણામાં ક્ષતિઓ હોવાની ચર્ચા પણ ચાલી રહી છેહવે વિદ્યાર્થીઓ એવી માંગણી કરી રહયા છે કે ગ્રાન્ટને અન્ય પ્રોગ્રામ તરફ વાળી દેવી જોઈએ જેમ કે, સરકારે કેનેડા ઈમરજન્સી સ્ટુડન્ટ બેનીફીટને ૧રપ૦ યુએસ ડોલર સુધી વધારી એની પાત્રતાનો સમય વધારવો જોઈએ અને માસિક રકમને ર૦૦૦ યુએસ ડોલર કરવી જોઈએ ફેડરલ સરકારે એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સહાય માટે લાયક ગણવા જોઈએ જેમણે ર૦૧૯ની પાનખર સુધીમાં ગ્રેજયુએશન પુરૂ કર્યું હોય ઉપરાંત ફેડરલ સરકારે વિદ્યાર્થીઓને ખરેખર શિક્ષણમાં મદદ કરનારા પ્રાંતીય એકમો સાથે મળીને નિર્ણયો લેવા જોઈએ. ડોન્ટ ફરગેટ સ્ટુડન્ટસના એક અગ્રણી નેતા ગ્રેગ સિબ્લીએ મીડિયાને જણાવ્યું હતું કે, જો વી ચેરીટીને બાદ કરીએ તો પણ સીએસએસજીનો વિચાર શરૂથી નબળો હતો.