યુદ્ધવિરામ પર અરબ દેશો-અમેરિકા વચ્ચે મતભેદ, એક તૈયાર તો એકનો ઈનકાર
November 05, 2023
વધુ એક શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલના હુમલા, 38 લોકોના મોતનો દાવો
ગાઝા સ્ટ્રીપ ઃ હમાસના નેતૃત્વ હેઠળની સરકારે રવિવારે માહિતી આપી હતી કે ગાઝામાં શરણાર્થી કેમ્પ પર રાત્રિ દરમિયાન ઈઝરાયલી સૈન્યના હવાઈ હુમલામાં 38 જેટલાં લોકો મૃત્યુ પામી ગયા છે. જોકે અરબ દેશો ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની માગ કરી રહ્યા છે ત્યારે તેમની આ માગ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
અરબ દેશો સીઝફાયર માટે તૈયાર છે તો અમેરિકા હવે ઈઝરાયલની જેમ ઈનકાર કરવા લાગ્યો છે. ગાઝામાં સતત મૃતકાંક વધતો જઈ રહ્યો છે. શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થકો મોટાપાયે દેખાવો કરવા લાગ્યા છે અને દુનિયાભરના દેશોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માગ ઊઠવા લાગી છે અને ઈઝરાયલની આકરી ટીકા થઈ રહી છે ત્યારે મહિનાથી ચાલતા ભીષણ યુદ્ધનો અંત કરી દેવાની પણ માગ કરવામાં આવી રહી છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ગાઝામાં મૃતકાંક વધીને 9500ને વટાવી ગયો છે. આ આંકડો માત્ર એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં મૃત્યુ પામનારા ગાઝાવાસીઓનો છે. તેમાં પેલેસ્ટાઈનમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ સામેલ છે. જોકે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાને પગલે ઈઝરાયલમાં 1400 જેટલા લોકો મૃત્યુ પામી ગયા હતા અને 240થી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
ઈઝરાયલ દ્વારા ત્યારથી જ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા હવાઈ, દરિયાઈ અને જમીની એમ ત્રણેય બાજુએથી ગાઝા પટ્ટીમાં હમાસ સંગઠનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં મેઘાઝી શરણાર્થી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તાર સેન્ટ્રલ ગાઝામાં આવેલ છે. હમાસ સરકારના મીડિયા ઓફિસના પ્રમુખ સલામા મારુફે કહ્યું હતું કે ઈઝરાયલના આ હવાઈ હુમલામાં 38 પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા જ્યારે 100થી વધુ લોકો ઘવાયા હતા.
Related Articles
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું ભારત, કહ્યું- 'અમે ખુબ ચિંતિત, આ રીતે ઉકેલ લાવો...'
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું...
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્ફોટ, પોલીસ તપાસ શરૂ
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્...
Oct 02, 2024
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેં...
Oct 02, 2024
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું...
Oct 02, 2024
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ, પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એ...
Oct 02, 2024
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકા એલર્ટ
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અ...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024