ભાજપના સિનિયર નેતાઓ સાથે કેપ્ટન સંપર્કમાં હોવાની ચર્ચા; કૃષિ કાયદા રદ કરાવીને પંજાબમાં ભાજપનો ચહેરો બની શકે છે

September 18, 2021

જલંધર : રાજકીય પંડિતોનું માનીએ તો કેપ્ટનની રાજનીતિ કરવાની સ્ટાઈલને જોતાં તે વાતની શક્યતા ખૂબ જ ઓછી છે કે તેઓ રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે. તેમનું કોંગ્રેસ છોડી દેવાની સ્થિતિમાં તેમની સામે સૌથી મોટો રસ્તો ભાજપ પાર્ટી તરફ જવાનો જ છે.

કેપ્ટન એક વખત પહેલા પણ કહી ચૂક્યા છે કે 2017 ઇ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનાં નજરઅંદાજ કરવાને કારણે તેઓ ભાજપમાં જોડાવા બાબતે વિચારી રહ્યા હતા. કેપ્ટન અમરિન્દર સિંહ અને વાદપ્રધાન નરેન્દ્ર મોદીની નિકટતા કોઈનાથી પણ છુપાયેલી નથી. એવામાં એવી પણ ચર્ચા છે કે ભાજપના સિનિયર નેતાઓએ કેપ્ટન સાથે સંપર્ક સાધ્યો છે.

કેપ્ટન અને ભાજપ માટે એકબીજા પર દાવ રમવાનો આ સૌથી અનુકૂળ સમય પણ છે. કેન્દ્ર સરકારના કૃષિ સુધારણા કાયદા સામે ખેડૂતો દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યા છે. અકાલી દળે મંત્રી પદ છોડી દીધું અને ગઠબંધન તોડ્યું, પરંતુ કેન્દ્રએ કોઈ પગલું ભર્યું નહીં. તેનાથી વિપરીત કેપ્ટન શરૂઆતથી જ ખેડૂતોની તરફેણમાં રહ્યા છે. તેઓ હંમેશા કેન્દ્ર પર ખેડૂતો બાબતે હુમલાખોર રહ્યા છે. હાલમાં પંજાબમાં સૌથી મોટો મુદ્દો કૃષિ સુધારણા અધિનિયમ છે. તેનો વિરોધ પંજાબથી જ શરૂ થયો હતો. જો કેપ્ટન કૃષિ કાયદાને રદ્દ કરાવી દે તો પછી વિરોધીઓ કેપ્ટનના રાજકીય દબદબા સામે ટકી શકશે નહીં.

કેપ્ટન અમરિન્દર સિંહને PM મોદીના નજીકના માનવામાં આવે છે. તેઓ જ્યારે પણ દિલ્હી જાય છે તો તેમને PM સાથેની મુલાકાત માટેનો સમય સરળતાથી મળી જાય છે. આ સિવાય તેઓ  મોદીની સાથે અમિત શાહને પણ મળતા રહ્યા છે. આ બાબતો પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કેપ્ટન ભાજપ હાઇકમાન્ડ સાથે સંપર્કમાં રહીને ભાજપના સામેલ થઈ શકે છે.