દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોને મળ્યો મોટો ઝટકો, IFFCO એ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો

October 16, 2021

:દિવાળી પહેલા જ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રવી પાક પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવમાં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. તો બીજી તરફ, ઇફ્કો નુકશાન ખાઇને ખાતર આપતું હોવાનો દિલીપ સંઘાણીએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 1700 રૂપિયા ગત વર્ષે જ ભાવ કર્યો હતો. 


પેટ્રોલ-ડીઝલના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે.