સ્કીનનું કરો ક્લિન્ઝિંગ : ઈન્સ્ટન્ટ ગ્લો માટે ઘરે કરો આ ફેશિયલ

May 28, 2022

મધ હેલ્થને માટે અને ઈમ્યુનિટી વધારવા માટે જ હોતું નથી, તે સ્કીનમાં નિખાર લાવવામાં મદદ કરે છે. મધમાં સ્કીનને નરમાશ આપવાનો ગુણ હોય છે. જે લોકોની સ્કીન શુષ્ક છે તેઓએ તેને ગ્લો આપવા માટે મધનો ઉપયોગ કરવો. સ્કીનમાં નિખાર લાવવા તમે જો સ્કીન પર તેને લગાવો છો તો તમને અનેક ફાયદા મળે છે. શુષ્ક સ્કીન વાળી વ્યક્તિઓએ અઠવાડિયામાં 3 વાર તેનો પ્રયોગ કરવો. જો તમે સ્કીન પર ગ્લો લાવવા માટે તેનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમે ચહેરા પર લીંબુ, દૂધ કે કેળાનો ઉપયોગ કરો. જો તમે સ્કીન પર ગ્લો લાવવા માટે હની ફેશિયલ કરશો તો તમને તેનો અનેકગણો લાભ મળશે.

સ્કીનનું કરો ક્લિન્ઝિંગ
મધનું પાતળું લેયર ફેસ પર લગાવો અને તેને 10-12 મિનિટ રહેવા દો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને સામાન્ય પાણીવાળા હાથ કરીને સ્કીન પર સક્યુલેશન મોડમાં મસાજ કરો. આ પછી તેને ભીના રૂમાલથી લૂસીને સાફ કરો. .

હવે કરો એક્સફોલિએટ
સ્કીનને એક્સફોલિએટ કરવા માટે તમે મધમાં ચોખાનો લોટ મિક્સ કરો અને તેને ભીના ચહેરા પર એપ્લાય કરો. હવે હળવા હાથે મસાજ કરો અને પછી તેને પાણીથી ધોઈ લો. તમે તમારા ચહેરા પર ફરક જોઈ શકશો.

ફેસ મસાજ કરો
મધ અને કેળું મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેનાથી સ્કીનની મસાજ કરો. 5 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

હવે લગાવો ગ્લો પેક
આટલી પ્રોસેસ કર્યા બાદ તમારા સ્કીનના પોર્સ ખૂલી ચૂક્યા હશે. તેને તરત બંધ કરવા માટે 3 ચમચી જવનો લોટ લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. તેની સાથે થોડું કાચું દૂધ અને ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સૂકાવવા દો. તમારા ચહેરા પર ગ્લો જોવા મળશે. તમારી સ્કીન નરીશ દેખાશે. તમે એક મહિના સુધી આ પ્રોસેસ કરશો તો તમને ફરક દેખાશે.