શિયાળામાં દવા વિના ઘરેલૂ ઉપાયોથી કરો ગળાની ખરાશને દૂર
January 25, 2022

વાયરલ કે બેક્ટેરિયલ સંક્રમણ કે પછી અન્ય કોઈ કારણોસર ગળામાં ખરાશની સમસ્યા થઈ શકે છે. મળતી માહિતીના આધારે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી થનારા સ્ટ્રેપ થ્રોટ ઈન્ફેક્શન ખતરનાક હોય છે. તેના કારણે વધારે તાવ આવે તે શક્ય છે. વાયરલ થ્રોટ ઈન્ફેક્શન શિયાળામાં થનારી એક સામાન્ય સમસ્યા છે. તેમાં તમે દવાના સિવાય પણ ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો. તેનાથી ગળાની ખરાશની સમસ્યામાં આરામ મળશે.
મધ
ગળાની ખરાશની સમસ્યામાં મધનું સેવન તમને ફાયદો કરી શકે છે. તમે ચામાં મધ મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. મધમાં મળતા પોષક તત્વો વાયરલ સંક્રમણથી બચાવે છે. તેનાથી ગળાની ખરાશને દૂર કરવામાં મદદ મળે છે.
હળદરની ચા
જો તમને ગળમાં ખરાશની સમસ્યા પરેશાન કરી રહી છે તો હળદરવાળી ચાનું સેવન કરો. હળદરનું સેવન ઈન્ફ્લામેશનને ઘટાડીને ગળાની ખરાશ, સોજો અને શરદી કે ખાંસીને ઠીક કરવામાં મદદ કરી શકે છે.
તુલસીનો ઉકાળો
ગળાની ખરાશની સમસ્યામાં તુલસીની ચા કે ઉકાળાનું સેવન કરવાનું તમારા માટે ફાયદારૂપ રહેશે. તેનાથી ઈમ્યુનિટી મજબૂત થશે અને વાયરલ સંક્રમણ પણ દૂર થશે.
Related Articles
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમાલનો ઉપાય
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમ...
May 10, 2022
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ્યાન
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ...
May 06, 2022
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કારણો
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કા...
May 06, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022