મહારાષ્ટ્રનું પાણી ગુજરાતમાં જવા દેશો નહીં: ઉદ્ધવ ઠાકરે

February 01, 2020

મુંબઇ :  ગુજરાતનું  પાણી અને મહારાષ્ટ્રનું પાણી આ વિષય હવે રહ્યો નથી. જે પાણી આપણું છે તે આપણું જ છે. તે ગુજરાતમાં ન જતાં મહારાષ્ટ્રમાં કેવી  રીતે ઉપયોગમાં લઈ શકાય તેના પર કામ શરૂ કરો એવો આદેશ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતને પાણી આપવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી એવાં સ્પષ્ટ સંકેતો આપ્યા છે. આથી વળણ યોજનાના વિષયને હાથ ધરવા સહિત ગતિએ અપાશે.

નાશિક વિભાગમાં વિવિધ યોજના સંબંધે સમીક્ષા કરવા આવેલા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સાંજે નાશિક જિલ્લાની બેઠક યોજી હતી. બેઠકમાં ઉપસ્થિત વિધાનસભ્યો સાથે ચર્ચા કરી હતી.

મહારાષ્ટ્રથી ઘણું પાણી ગુજરાતમાં વહી જાય છે. આપણા રાજ્યમાં અનેક ઠેકામે પાણીની અછત વર્તાય છે. એ સંબંધે વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાનનું ધ્યાન દોર્યું હતું. ગુજરાતનું પાણી અને મહારાષ્ટ્રના પાણીનો વિવાદ નથી. આપણા રાજ્યનું પાણી તે રાજ્યની જનતાના હક્કનું હોવાથી તે પામી ગુજરાત તેમ જ સમુદ્રમાં વહી જવા દેશો નહીં. આ માટે શું કરી શકાય તેની જાણકારી આપો એવો આદેશ મુખ્ય પ્રધાને સિનિયર અધિકારીને આપ્યો હતો.