પાકિસ્તાને SCOની બેઠકમાં કાલ્પનિક નકશો રજુ કરતા જ ડોભાલે ચાલતી પકડી

September 15, 2020

પાકિસ્તાન ભારતને ડગલે ને પગલે દુનિયાને ભ્રમમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પણ શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ફરી એકવાર પાકિસ્તાને હળહળતુ જુઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનની આ હરકત પર ડોવાલે તેમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.


પાકિસ્તાને આજે SCOની બેઠકમાં એક કાલ્પનિક નકશો રજુ કર્યો હતો. પાકિસ્તાનની આ હરકતથી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે તો બેઠક જ અધવચ્ચે છોડી દીધી હતી.

આજે SCOના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ઓનલાઈન વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. તેમાં ફરી એકવાર પાકિસ્તાને અવળચંડાઈ કરી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે બેઠકમાં જાણી જોઈને એક કાલ્પનિક નકશો રજુ કર્યો હતો. આ નકશાને પાકિસ્તાન સતત પ્રચારિત અને પ્રસારિત કરતુ રહે છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે આકરો વિરોધ નોંધાવતા બેઠક અધવચ્ચે જ છૉડી દીધી હતી. ડૉવાલ અધવચ્ચે જ બેઠક છોડીને જતા રહ્યાં હતાં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે આ બેઠકની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું હતું.

- પાકિસ્તાને રશિયાની કરી ભારોભાર ઉપેક્ષા
ઈમરાન ખાન સરકારે ગત મહિને એક નવો નકશો જાહેર કર્યો હતો. જેમાં લદ્દાખ, સિયાચીન અને ગુજરાતના જુનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યા હતાં. ત્યારથી પાકિસ્તાન આ નકશાને જુદા જુદા મંચ પર જાહેર કરતું રહે છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પાકિસ્તાનની આ હરકત રશિયાની એડવાઈઝરીની ભારોભાર ઉપેક્ષા હતી. બેઠકના માપદંડૉનું પણ ઉલ્લંઘન હતું. પાકિસ્તાનની આ નિચ હરકત બાદ ભારતે યજમાન રશિયા સાથે વાત કરીને તુરંત જ બેઠક અધવચ્ચે છોડી દીધી હતી અને આકરો વિરોધ નોંધાવ્યો હતો. આમ પાકિસ્તાને રશિયાને પણ નિચાજોણું કરાવ્યું હતું.